આપણું ગુજરાતરાજકોટ

ગેરકાયદેસર બાંધકામને કારણે દિવાલ ધરતી પરતા માતા પુત્રના મૃત્યુ કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર

ઉપરોક્ત વિષય અન્વયે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીની રાહબરિ નીચે કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ કમિશનરને એક આવેદનપત્ર આપ્યું હતું જેમાં વોર્ડ નંબર 15 માં થયેલ ગેરકાયદેસર બાંધકામ ની દિવાલ ઘસી પડતા એક માતા અને તેના બાળકનું દબાઈને અવસાન થયું હતું. વધુ વિગત અનુસાર વોર્ડ નંબર 15 ના આજીડેમ વિસ્તારના રામવન પાછળ સુરભી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કરુણ ઘટનામાં માતા પુત્રના મોત થયા છે.

Congress petitioned against illegal wall construction leading to mother and son's deaths.

લોકમુખે ચર્ચા તે વિગતો મુજબ આ દિવાલનું બાંધકામ કમ્પ્લેશન સર્ટિફિકેટ મેળવ્યા પછીનું હતું એટલે કે અનઅધિકૃત બાંધકામ ચાલી રહ્યું હતું. આ વિસ્તારમાં ના કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા અવારનવાર આ વિસ્તારમાં ચાલી રહેલા અનઅધિકૃત બાંધકામો અંગે વખતોવખત લેખિત મૌખિક અને રૂબરૂ ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર વાહકો દ્વારા આંખચામણા કરી અનઅધિકૃત બાંધકામોને 260(2) મુજબની નોટિસો આપ્યા બાદ પણ ગેરકાયદેસર બાંધકામો ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.

Congress petitioned against illegal wall construction leading to mother and son's deaths.

ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામો ગેરકાયદેસર દિવાલો આલીશાન શેડ માં ભાજપની મીલીભગત હોય અને શાસકોની સિધી દોરવણી હેઠળ અધિકારીઓની મિલીભગત ને પગલે બેફામ બે રોકટોક બાંધકામો ચાલી રહ્યા છે.

Congress petitioned against illegal wall construction leading to mother and son's deaths.

જે દિવાલ ધરાશાયી થઈ છે અને માતા પુત્ર ના મોત થયા છે તે પરિવારને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્થિક વળતર ચૂકવવામાં આવે અને દિવાલના બાંધકામ અંગે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે નિયમાસુર કડક કાર્યવાહી હાથ ધરી દાખલા રૂપ સજા કરવામાં આવે અને અમારી માંગ છે કે આપને અગાઉ વોર્ડ નંબર 15 કોંગ્રેસના તમામ કોર્પોરેટરો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચાલી રહેલા બાંધકામો અંગેની અરજી ની ધુળ ખંખેરી નોટિસો આપેલ હોય તો તે અંગે કાર્યવાહી કયા કારણોસર કરવામાં આવી નથી તેને સ્પષ્ટતા કરશો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ને આજના આવેદનપત્ર માં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ, મકબુલભાઈ દાઉદાણી, ધરમભાઈ કાંબલીયા, મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઈ મોરવાડિયા, નરેશભાઈ પરમાર, હરેશભાઈ ભારાઈ, જીગ્નેશભાઈ બોરડ, જેન્તીભાઈ હિરપરા, હબીબભાઈ કટારીયા, ગીરીશભાઈ પટેલ, ઇમરાન સમા, જયેશ ઠાકોર, રસિકભાઈ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં

Also Read – વાવ વિધાનસભા બેઠક પેટાચૂંટણી, ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ

શહેરમાં અન્ય જગ્યાએ પણ ગેરકાયદેસર બાંધકામો નો મારો ચાલુ છે. વધુ કોઈ આવી દુર્ઘટના ઘટે તે પહેલા તંત્રએ કડક પગલાં લેવા જોઈએ તેવી લોકમાંગ પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button