આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

બોલો…રથયાત્રા રૂટ પર કૉંગ્રેસ ધારાસભ્યની ઓફીસ જ ભયજનકઃ તંત્રએ આપી નોટિસ

અમદાવાદઃ આગામી જુલાઈ મહિનામા જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. તે પહેલા ચોમાસાની શરૂઆત પણ થઈ જશે. ત્યારે મનપા દ્વારા રથયાત્રાના રૂટ પર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રથયાત્રા રૂટ પર આવેલા 285 ભયજનક મકાનોમાથી 109 જેટલા મકાનોને નોટીસ આપવામાં આવી છે જેમાં જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની ઓફીસનું મકાન જર્જરીત હોવાથી નોટીસ આપવામાં આવી છે.

શહેર મનપા દ્વારા રથયાત્રાના રૂટ પર કરવામાં આવેલા સર્વેમાં મધ્ય ઝોનમાં જમાલપુર દરવાજાથી ખમાસા તરફના વિસ્તારના રૂટ પર જમાલપુર ખાંડની શેરીમા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની ઓફીસ આવી છે. જે મકાન ભયજનક હોવાથી નોટીસ આપવામા આવી છે. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ઓફિસની બહાર નોટીસ લગાવામાં આવી છે. જેમા આ મકાન ભય જનક છે કોઈએ તેનો ઉપયોગ કરવો નહી. મકાનમા વધારે વ્યક્તિઓ ભેગા થાય અથવા ઉપયોગ કરે તો જાનહાની થઈ શકે છે. જો મકાનથી કોઈ જાનહાની થશે તો તેની જવાબદારી જે તે મિલકતના માલિક-કબજો ભોગવટા ધરાવતાની રહેશે તેમ લખાયુ છે.

રથયાત્રા રૂટપર આવા મકાનો જોખમી હોવાથી મનપા દ્વારા દુર કરવાની સૂચના આપવામાં આવી છે. ચાલુ વર્ષે યાત્રારૂટ પર આવેલા તમામ ભયજનક મકાનોના સર્વે પુર્ણ કરી દેવામાં આવ્યાં છે. જેમા 285 મકાનો ભયજનક હોવાથી તેને નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. મધ્ય ઝોનમાં રથયાત્રા રૂટ સિવાય અન્ય 25 જગ્યા પર આવેલા ભયજનક મકાનોમાંથી 12 મકાનોને નોટીસ આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button