ગુજરાતમાં રાહુલની યાત્રા પહેલા કોંગ્રેસને ચોથો ઝટકો? સૌરાષ્ટ્રના આ MLAના રાજીનામાંની અટકળો તેજ
ગાંધીનગર: Loksabha Election 2024: એક બાજુ આવતી કાલે (7 માર્ચે) રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ (Rahul Gandhi bharat jodo nyay yatra gujarat) કરી રહી છે અને બીજી બાજુ ભાજપનો ભરતી મેળો પુરજોશથી ચાલી રહ્યો છે. કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાઓએ કમલમમાં કેસરિયા ધારણ કર્યાના સમાચાર હજુ વાસી નથી થયા ત્યાં વધુ એક આવા જ સમાચાર આવવાના એંધાણ જોવા મળી રહ્યા છે.
માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું (MLA Arvind Ladani, Manavadar) આપી શકે છે તેવી અટકળો તેજ બની છે. સૂત્રો તરફથી માહિતી મળી છે કે લાડાણી 24 કલાકની અંદર રાજીનામું આપીને ભાજપનો ખેંસ ધારણ કરી શકે છે. આ સાથે સાથે મહેશ વસાવા પણ ભાજપ જોડાશે તેવા વાવડ બહાર આવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે ગઈ કાલે કોંગ્રેસનાં ત્રણ દિગ્ગજ નેતાઓ અંબરીશ ડેર, અર્જૂન મોઢવાડિયા અને મુળુભાઇ કંડોરિયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની (CR Patil) હાજરીમાં કમલમમાં ભાજપનો ખેંસ ધારણ કર્યો હતો.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. OBC સમાજના બે મોટા ચહરાઓનો અમરેલી અને પોરબંદર બેઠક પરથી ભાજપને મોટો લાભ મળી શકે છે. ભાજપ આહીર સમાજમાંથી અમરિશ ડેર અને મેર સમાજથી અર્જુન મોઢવાડિયાનો સીધો લાભ મેળવી શકશે.