Hemchandracharya University : કૉંગ્રેસ વિધાનસભ્ય કિરીટ પટેલ સહિત 21ની ધરપકડ
પાટણઃ ગુજરાત કૉંગ્રેસ વિધાનસભ્ય કિરીટ પટેલ અને 20 જણની ધરપકડ કરવાના અહેવાલો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હૉસ્ટેલમાં દારૂપાર્ટી યોજાયાના આરોપો થયા હતા અને 16મી ડિસેમ્બરે કૉંગ્રેસની NSUI દ્વારા વિરોધ પ્રદર્શન થયું હતું. પ્રદર્શનમાં પાટણના કૉંગ્રેસના વિધાનસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા અને તેમણે કથિત રીતે પોલીસ પર હુમલો કર્યો હતો.
બીજા દિવસે બી ડિવિઝન પોલીસે પટેલ અને અન્યોની અટકાયત કરી હતી. અમુકની ધરપકડ થઈ હતી, પરંતુ પટેલ, ભૂતપૂર્વ વિધાનસભ્ય ચંદનજી ઠાકોર સહિત અન્ય કાર્યકર્તાઓ ભાગતા ફરતા હતા .
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે પટેલ, ઠાકોર સહિત 19 જણે પોલીસ સામે શરણાગતિ સ્વીકારતા તેમનીધરપકડ કરવામાં આવી હતી. અગાઉ 12 જણને પકડ્યા હતા. આ તમામ સામે ફરજ પર હાજર પોલીસને અપશબ્દો કહેવા અને તેમના પર હુમલા કરવાના ગુના નોંધ્યા છે. આ માટે બીએનએસ સેક્શન 121-1, 132 અને 224 હેઠળ કલમો લગાવવામાં આવી છે.
આ પણ વાંચો…ઝીરો વિઝિબિલિટીના કારણે પુણેથી ભાવનગર આવતી ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ
કૉંગ્રેસના વિધાનસભ્ય અને પ્રદર્શનકારીઓએ ક્ષેપ કર્યો હતો કે 8મી ડિસેમ્બરે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં દારૂ પાર્ટી કરી હતી અને ત્રણ યુવાન દારૂ પીતા પકડાયા હતા, પરંતુ પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.
બાસ્કેટ બોલ રમવા આણંદથી આવેલા ત્રણ યુવાનને આ યુનિવર્સિટીની હૉસ્ટેલમાં રેહવાની વ્યવસ્થા કરી હતી અને અહીં તેમે દારૂ પીધાની વાત બહાર આવી હતી. પટેલેએ આક્ષેપ કર્યો હતો કેસ્ટાફે તેમને પોલીસને આપ્યા હોવા છતાં પોલસે તેમને એમ જ છોડી દીધા હતા.
પટેલને જ્યારે વાઈસ ચાન્સેલરની ઓફિસમાં જતા રોકવામાં આવ્યા ત્યારે તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયાનું કહેવાય છે.