કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના રૂપાલા પર ફરી વાકબાણ, ક્ષત્રિયાણીઓને ઉદ્દેશીને લખેલી કવિતા વાયરલ

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ સામેની અભદ્ર ટિપ્પણી અંગે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ભાજપના અગ્રણી નેતા રૂપાલા સામે સમગ્ર રાજ્યમાં ધરણા અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજની રેલીઓમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટીને તેમનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જો કે ભાજપની આ મુશ્કેલી કોંગ્રેસ માટે અવસર સાબિત થઈ છે. કોંગ્રેસના નેતાઓ રૂપાલા સામેના આ વિરોધની મજા લઈ રહ્યા છે, તેમાં પણ અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સતત ટ્વીટ કરીને રૂપાલા પર પ્રહાર કરતાં રહે છે.
આ પણ વાંચો: રૂપાલાના વિરોધમાં ભાવનગરમાં યોજાયું ક્ષત્રિય સંમેલન, પરિણામ ભોગવવાની ભાજપને ચીમકી
પરેશ ધાનાણીએ પુરુષોત્તમ રૂપાલાનું નામ લીધા વગર જ કટાક્ષ કરતી વધુ એક કવિતા સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. સમગ્ર રાજ્યમાં આ ટ્વીટ આજકાલ ખૂબ વાયરલ થઈ રહી છે. ક્ષત્રિયાણીઓએ જૌહર કરવા કરવાની ચીમકી આપી તેને ઉદ્દેશીને ધાનાણીએ લખ્યું છે કે…’મારી બહેનો..તમારા દામન પર દાગ લગાડનારા લોકો સામે જૌહર કરવાની જરૂર નથી’, ‘હજુ જવતલિયાઓ ઘણા જીવે છે…’

પરેશ ધાનાણીએ એક વીડિયો મૂકીને જણાવ્યું છે કે, અંહકાર હંમેશાં હારે છે, એનો ઇતિહાસ સાક્ષી છે. આ દેશમાં રોટી, બેટી, રાજ અને ધર્મનું રક્ષણ કરનારા લોકોને પોતાની કૂખે ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ. આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે દીકરીઓને જૌહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે તે આપણી સૌની કઠણાઇ છે.

આ પણ વાંચો: રૂપાલા મામલે વિવાદ વકર્યો, વિવિધ ગામમાં પોસ્ટ વાયરલ, પદ્મિનીબાએ કર્યો અન્નનો ત્યાગ
ઉલ્લેખનિય છે કે, અગાઉ ભાજપે કેટલાક દિગ્ગજ નેતાની ટિકિટ કાપતાં પરેશ ધાનાણીએ ભાજપ પર ટિકિટને લઇને થયેલા કકળાટ પર પ્રહાર કરતા કવિતા લખી હતી.કવિતા દ્વારા પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કર્યો છે. ધાનાણીની કવિતામાં ભીખુસિંહ અને રંજનબેનનો પણ ઉલ્લેખ છે. ઉલ્લેખનિય છે કે, આ બેનેના નામ પરત ખેંચી લેવાયા છે. ધાનાણીની કવિતામાં નારણભાઈ અને ધડૂકનો પણ ઉલ્લેખ છે. તેમજ રૂપાણીથી લઈ કેસી પટેલ સાથેના અન્યાયનો પણ ઉલ્લેખ છે. તેમણે ભારતીબેન શિયાળથી લઈ કે.સી પટેલ ને નિતીન પટેલની સ્થિતિને પણ કટાક્ષ સાથે કવિતામાં વર્ણવી છે.
