કોંગ્રેસ નેતા અહમદ પટેલની પુત્રી Mumtaz Patel નો પ્રહાર, કહ્યું મોટા નેતાઓ નાના કાર્યકર્તાઓનું ધ્યાન નથી રાખતા

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાના મિશન સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેવો વર્ષ 2027માં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે રાજ્યના નેતાઓને પક્ષને મજબૂત કરવા હાકલ કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે(Mumtaz Patel)પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો: Breaking News: અહમદ પટેલના પુત્ર Faisal Patelએ કોંગ્રેસનો સાથ છોડ્યો, વ્યક્ત કરી આ વેદના
કોંગ્રેસના નેતાઓ ભાજપના સમર્થન વિના આગળ વધી શકતા નથી
મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પાર્ટીના કાર્યકરો અને નાના કાર્યકર્તાઓનું ધ્યાન નથી રાખતા. મને જુઓ મને આગળ વધવા દેવામાં નથી આવી રહી. રાહુલ ગાંધી બે દિવસથી ગુજરાતમાં છે પણ મને ફોન પણ નહોતો આવ્યો. હું પાર્ટીમાં કોઈ પદ ધરાવતી નથી.મુમતાઝ પટેલે કહ્યું કે ગુજરાતમાં આટલા વર્ષોથી ભાજપ સરકાર સત્તામાં છે.હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કોંગ્રેસના નેતાઓ પણ ભાજપના સમર્થન વિના આગળ વધી શકતા નથી. જો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જુનિયર નેતાઓનું ધ્યાન નહીં રાખે તો તેઓ શું કરશે? કોંગ્રેસમાં દિશા આપવા માટે કોઈ નથી.
રાહુલ ગાંધીને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે
મુમતાઝ પટેલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીને વાસ્તવિકતાથી દૂર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશભરમાં કોંગ્રેસમાં એવા લોકો છે જે પાર્ટીને આગળ વધવા દેતા નથી. આવા લોકોની સંખ્યા 30-40 નહીં પણ 400 હોય તે બધાને શોધીને આગળ લાવવા જોઈએ. આવા લોકો પાર્ટીને નુકશાન પહોંચાડી રહ્યા છે.
ગુજરાતમાંથી લોકસભાની બેઠકો જીતી હતી
મુમતાઝ પટેલે કહ્યું- પાર્ટીના કેટલાક લોકો મારા પિતા અહેમદ પટેલ પર ગુજરાતમાં ભાજપ સાથે સેટિંગ હોવાનો આરોપ લગાવતા હતા. પરંતુ આજે હું કહેવા માંગુ છું કે તેમની હાજરીમાં કોંગ્રેસની સરકાર ખૂબ જ ઓછી બેઠકોના માર્જિનથી બનવાની હતી. તેમના ગયા પછી પાર્ટીની સ્થિતિ જુઓ. જ્યારે અહેમદ પટેલ જીવતા હતા ત્યારે કોંગ્રેસે ગુજરાતમાંથી લોકસભાની બેઠકો જીતી હતી પરંતુ હવેની પરિસ્થિતિ જુઓ.