આપણું ગુજરાત

ઑપન સ્કૂલની જાહેરાતને કૉંગ્રસે આ કારણોસર વખોડી


ગુજરાત સરકારે ઑપન સ્કૂલની જાહેરાત કરી છે, જેથી અધવચ્ચેથી ભણતર છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને ભણવાનો મોકો મળ, તેવો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે સરકારની આ પહેલ ટ્યૂશન ક્લાસિસ અને ડમી સ્કૂલ ચલાવનારાઓને છૂટો દોર આપશે, તેવો આક્ષેપ કૉંગ્રેસે કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે હજી થોડા દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં એક લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ ડ્રોપઆઉટ લીધો છે તેઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકાર દ્વારા આધિકારીક આંકડો ૧,૧૫,૦૦૦ થી વધુ દર્શાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર શિક્ષણનું સ્થળ સુધારવાના બદલે અવનવા ગતકડા કરતી રહે છે અને એ ગતકડાઓમાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગનો પરિપત્ર એ વધુ એક ઉમેરો છે. ઉપરોક્ત પરિપત્ર મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજરી નહી આપે અને સત્રાંત પરીક્ષા નહી આપે તો પણ તેઓ ધોરણ ૮,૯,૧૦,૧૧ અને ૧૨ની સીધી જ પરીક્ષા આપી શકશે અને તેમને રેગ્યુલર વિદ્યાર્થીની જેમ જ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ માર્કશીટ આપશે. આ પરિપત્રમાં સૌથી મોટી બાબત એ છે કે, ૧૪ વર્ષની ઉંમરે વિદ્યાર્થી ધોરણ ૧૦ ની પરીક્ષા આપી શકશે. જ્યારે નવી શિક્ષણ નીતિમાં છ વર્ષની ઉંમરે બાળકને શાળામાં મૂકવામાં આવે છે અને જો તે પ્રમાણે ગણવામાં આવે તો વિદ્યાર્થી ધોરણ ૧૦ ની પરીક્ષા ૧૬ વર્ષે આપે છે જ્યારે આ પરિપત્રમાં ૧૪ વર્ષની ઉંમરે ધોરણ ૧૦ની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીની પાત્રતા બતાવવામાં આવી છે. એક તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાઓની દાદાગીરી અને ફરજિયાત ટ્યુશનમાં મોકલવાની પ્રવૃત્તિથી આર્થિક રીતે અને માનસિક રીતે પીસાઈ રહ્યા છે અને બીજી તરફ આખા ગુજરાતમાં ડમી સ્કૂલોનો જે રાફડો ફાટ્યો હતો તેને બંધ કરવાના બદલે આ પરિપત્રથી આવી સ્કૂલોને પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થીઓ હાજરી નહીં આપે તો પણ ગુજરાત સ્ટેટ ઓફ બોર્ડમાં રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપી શકશે તેનો સીધો જ ફાયદો લાખો રૂપિયાની મસ મોટી ફી લેતા એજ્યુકેશન સેન્ટરના માલિકોને કરાવવામાં આવી રહ્યો છે.
તેમણે આ પરિપત્રમાં દર્શાવાયેલી ઘણી જોગવાઈઓ રાઈટ ટુ એજ્યુકેશનના નિયમોથી વિપરીત હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર તેને પરત લે તેવી માગણી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button