ગુજરાતમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો, નાણાંકીય અછતનો સામનો કરી હોવાની ચર્ચા…

અમદાવાદ: ગુજરાતમાં સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં એક તરફ સબળ નેતૃત્વનો અભાવ છે તો બીજી તરફ કોંગ્રેસ હવે નાણાંકીય અછતનો પણ સામનો કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તેમજ એવી ચર્ચાઓ પણ જોર પકડયું છે પક્ષ પાસે ચૂંટણી લડવા માટે પણ નાણાં નથી. જ્યારે તેના પગલે કોંગ્રેસ હાઇકમાન્ડ અભિયાન શરૂ કરીને ફંડ ઉઘરાવવાની તૈયારીઓ કરી છે.
કોંગ્રેસ પક્ષની તિજોરી ખાલી
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ પક્ષ ગંભીર નાણાંકીય કટોકટી અનુભવી રહી છે. જેના પગલે
પક્ષના કાર્યક્રમ માટે પણ પૈસા રહ્યાં નથી. પક્ષની તિજોરી ખાલી થઇ છે. જેના પગલે હાઇ કમાન્ડ નાણાં એકત્ર કરવા માટે
અભિયાન શરૂ કરવાની યોજના પર વિચાર કરી રહ્યું છે.
ઉમેદવારોએ જાતે ખર્ચ ભોગવવો પડશે તેવી સ્થિતિ
હાલ ગુજરાત કોંગ્રેસ વિધાનસભા કે સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોને નાણાં આપવા સક્ષમ ન હોવાની વાત પ્રકાશમાં આવી છે. જેના પગલે અનેક ચૂંટણીમાં ઉમેદવારોએ જાતે ખર્ચ ભોગવવો પડશે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેના પગલે ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ માટે જીતવું એક મોટો પડકાર બની રહ્યું છે.
ફંડ મેનેજમેન્ટ કરવું મુશ્કેલ બન્યું
જોકે, રાજયમાં કોંગ્રેસની ઉભી થયેલી નાણાંકીય સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા એ પણ મોટો પ્રશ્ન છે. કારણ કે વર્ષ 1985 થી રાજયમાં ભાજપ સતત સત્તામાં છે. તેમજ કોંગ્રેસ સતત સત્તાથી દૂર છે. જેના પલગે ફંડ મેનેજમેન્ટ કરવું મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક છે. તેમજ કોંગ્રેસની સત્તા ધરાવતા રાજ્યોની સંખ્યા પણ ઘટી છે. જેના લીધે રાષ્ટ્રીય સ્તરે પણ ભંડોળનો પ્રશ્ન વ્યાપક બન્યો છે. તેમજ રાજકીય ડોનેશનની રકમ પણ સતત ઘટી રહી છે.
આ પણ વાંચો : શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ કોંગ્રેસમાં હલચલ તેજ: પાટીદાર કે OBC, કોના શિરે તાજ?