આપણું ગુજરાત

બિહારની જેમ ગુજરાતમાં પણ વસતિ ગણતરીની કૉંગ્રેસની માગ

દેશમાં તાજેતરમાં જ બિહારની સરકારે જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, બિહાર સરકારની જેમ ગુજરાત સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરે. જેથી બિન અનામત વર્ગનાં લોકોને વસ્તી ગણતરીથી ફાયદો થશે. જોકે કૉંગ્રેસશાસિત રાજ્ય કણાર્ટકમાં જાતિ આધારિત વસતિ ગણતરી થઈ હોવા છતાં અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી.

અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવે. મુખ્ય પ્રવાહમાં સમાજ લાવવા માટે સતત લડાઈ ચાલી રહી છે. અંગ્રેજોનાં શાસનકાળથી જાતી આધારિત વસ્તીનાં આંકડા મળી આવે છે. 2011માં કાસ્ટ સેન્સસ મુજબ સામાજીક રીતે વસ્તી ગણતરી કરાઈ છે પરંતુ જાતિ આધારીત વસ્તી ગણતરીનાં આંકડા જાહેર ન થયા. જેથી ધાર્મિક આંકડા જાહેર કરીને રાજકીય લાભ લેવામાં આવ્યો હતો. સમાજમાં અસમાનતા દૂર કરવા જાતિ આધારિત ડેટા ખૂબ જરૂરી છે.

કેટલાક લોકો દ્વારા રાજકીય એજન્ડાના લાભ મુજબ અનામતની જાહેરાત કરાઈ હતી. કર્ણાટક, ઓરીસ્સામાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રયત્ન થયો છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરી છે. કોર્ટમાં જવા છતાં જાતિ આધારિત વસ્તી ગણતરી રોકાઈ ન હતી. બિહારમાં વસ્તી ગણતરી બાદ બહાર આવ્યું કે, SC, ST, OBC સમાજની વસ્તીમાં વધારો થયો છે. ત્યારે બિહાર સરકારની જેમ ગુજરાત સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરે. જેથી બિન અનામત વર્ગનાં લોકોને વસ્તી ગણતરીથી ફાયદો થાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button