ગુજરાતના તીર્થ સ્થાનો સાથે કેન્દ્ર સરકારે કર્યો અન્યાય : કોંગ્રેસ
ગાંધીનગર: છેલ્લાં પાંચ વર્ષમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલ એન્ડ ટુરિઝમ હેઠળ કલ્ચરલ એક્ટિવિટી માટે દેશમાં 6 રાજ્યોનાં 12 મંદિરોને 5 વર્ષમાં 15 કરોડની ગ્રાન્ટની ભલામણ કરવામાં આવી છે. જો કે તેમાં 9 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે. જો તેઆ ગુજરાતના એકપણ મંદિરનો સમાવેશ નહિ થતો હોવાનો આરોપ કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ કર્યો છે.
છેલ્લાં પાંચ વર્ષમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલ એન્ડ ટુરિઝમ હેઠળ સાંસ્કૃતિક પરંપરાગત વારસાની પ્રવૃત્તિઓ કરવા માટે દેશમાં 6 રાજ્યોનાં 12 મંદિરોને કુલ 15 કરોડ 36 લાખથી વધારાની ગ્રાન્ટની ભલામણ કરવામાં આવી છે. જેમાંથી 9 કરોડ 23 લાખની ગ્રાન્ટ ફળવાઈ ચૂકી છે. જેમાં ગુજરાતનું નામ નથી ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને ગુજરાતના તમામ મોટા દેવસ્થાનો, તીર્થસ્થાનો, તથા ગુજરાતની જનતા અને હિન્દુ ધર્મ સાથે તેમજ ગુજરાત રાજ્યને પારકા રાજ્ય જેવું વર્તન કરીને અન્યાય કર્યો હોવાના આક્ષેપ કર્યો હતો.
પાર્થિવરાજ કઠવાડિયાએ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર ધર્મના નામે સમગ્ર દેશમાં રાજનીતિ કરે છે. દર વખતે ચૂંટણી ટાણે ધર્મના નામે વોટ માંગતી એવી સરકારે ગુજરાતના તીર્થસ્થાનો દેવસ્થાનો સાથે ગુજરાતની ધર્મપ્રેમી જનતા સાથે ઝળહળતો અન્યાય કર્યો છે. જો આ યોજનાની વાત કરીએ તો ફાઇનાન્સિયલ કલ્ચરલ હેડ હેઠળ સ્થાનિક કલાકારોને દેશના કલાકારોને આ યોજનાનો લાભ મળી રહે તેની માટે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા પાંચ વર્ષ પહેલા આ યોજના લાવવામાં આવી હતી.
આ પણ વાંચો : કમાણી ન હોય તો પણ પૂર્વ પત્નીને ભરણપોષણ આપવું પડશે, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
રાજ્યમાં કુલ 348 તીર્થસ્થાન છતા ગ્રાન્ટ ન ફાળવી:
પ્રદેશ પ્રવકતાએ ઉમેર્યું હતું કે ગુજરાત રાજ્યમાં કુલ 348 તીર્થ તથા દેવસ્થાન છે જેમાં બે બે જ્યોતિર્લિંગ દ્વારકા અને સોમનાથ સાથે અંબાજી, પાવાગઢ તેમજ જૈનોના મોટી સંખ્યામાં તીર્થધામો છે. ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં દેવસ્થાનો હોવા છતાં મંદિરોને શા માટે ગ્રાન્ટ ફાળવવામાં ન આવી? જ્યારે હવે શ્રાવણ મહિનો આવવાનો છે રાજ્યમાં આ દેવસ્થાનોને આ ગ્રાન્ટ મળી હોત તો ગુજરાતના મંદિરોને ઘણી મદદ કરી શકાય હોત!! ત્યારે આ ગ્રાન્ટ ન ફાળવીને ગુજરાતના તમામ તીર્થસ્થાનો દિવસ સ્થાનો, ગુજરાતની જનતા અને ધાર્મિક આસ્થાનું કેન્દ્રની ભાજપા સરકારે અન્યાય કર્યો છે જેનો જવાબ ભાજપ સરકારે આપવો જોઈએ