આપણું ગુજરાત

બંગાળની ઘટનામાં ટ્વીટ, તો દાહોદની ઘટનામાં કેમ મૌન? કોંગ્રેસના વડાપ્રધાન અને મુખ્યમંત્રી પર આકરા પ્રહાર

અમદાવાદઃ દાહોદના સીંગવડના તોરણીમાં પહેલા ધોરણમાં અભ્યાસ વિદ્યાર્થી સાથે અડપલાં કરવાની કોશિશ કરી અને ત્યારબાદ તે માસુમ દીકરીની હત્યા કરી હોવાના જઘન્ય અપરાધ કર્યો છે. પોલીસ તપાસમાં આ મામલે ખૂબ મોટા ખુલાસા થયા છે. આ મામલે ગુજરાતમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. જેને લઈને સત્તા પક્ષ ભાજપ (bjp) મૌન ધારીને બેસી ગયો છે પરંતુ કોંગ્રેસ (Gujrat congress) અને આમ આદમી પાર્ટી આ મામલે પરિવારને ન્યાય આપવાની સરકાર સામે માંગ કરી રહ્યા છે.

દાહોદમાં બનેલી ઘટનાના આરોપીનો ભાજપ અને સંઘ સાથેનો રાજકીય ઘરોબો હોવાનું સામે આવ્યું છે. આજે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) આગેવાનીમાં કોંગ્રેસના 500 થી પણ વધારે કાર્યકર્તાઓએ એક મોટી રેલી યોજી હતી. દાહોદની ઘટનાને લઈને શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને પોસ્કો અને ૩૦૨ મર્ડરની કલમો લાગે, તાત્કાલિક કેસ ચાલે અને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરતાં મુખ્ય પ્રધાન અને ગૃહ મંત્રી પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ‘ગુજરાતના મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળની ઘટના પર ટ્વિટ કરી શકતા હોય તો દાહોદની ઘટના પર કેમ ચુપ છે ? શું ગુનેગાર ભાજપની વિચારધારાનો છે એટલે? ગૃહમંત્રીનું નિવેદન આવે કે કોઈ ચરમબંધીને નહીં છોડીએ પણ ભાજપવાળાને કોઈ તકલીફ પડતી નથી તે આપણે સૌ જાણીએ છીએ.

શક્તિસિંહે આરોપ કરતાં કહ્યું હતું કે ‘જ્યાં ભાજપની સરકાર નથી તેવા રાજ્યમાં જો આવી ઘટના બને ત્યારે વડાપ્રધાન કાગારોળ કરે છે, ભાજપના લોકો રસ્તાઓ ઉપર ઉતરી પડે છે. પણ જ્યારે દાહોદમાં 6 વર્ષની બક્ષીપંચની દીકરી સાથે ઘટના બની છે ત્યારે ભાજપના લોકોને ચિંતા નથી, કારણ કે ગુનો કરનાર ભાજપની વિચારધારાનો પ્રચારક છે એટલે મૌન બેઠા છે. આ ભાજપની માનસિકતા છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button