કોંગ્રેસ આક્રમક મૂડમાં,ભાજપ બચાવના મૂડમાં અને પ્રજા અસમનજસમાં.
છેલ્લા લગભગ એક વીકથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ના મહિલા કોર્પોરેટર સમાચારોની સુરખીઓમાં છવાયેલા છે. એક પછી એક કૌભાંડો બહાર આવતા જાય છે. રોજ નવા કૌભાંડો આવવા છતાં ભારતીય જનતા પક્ષના આ બંને કોર્પોરેટરોને માત્ર પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પરંતુ કોર્પોરેશન કમિશનરે કે મેયરે કોઈ કાયદાકીય પગલા લીધા નથી.
વોર્ડ નંબર ૫ અને વોર્ડ નંબર ૬ના મહિલા કોર્પોરેટર અને તેના પતિના કારસ્તાનનો મામલો હાલ ખૂબ ચર્ચામાં છે.
કોંગ્રેસે બંન્ને કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદની કરી માંગ કરી છે. જો ૪૮ કલાકમાં બંન્ને કોર્પોરેટરો સામે કાર્યવાહી નહિ થાય તો કોંગ્રેસ કાયદાકીય લડાઇ કરશે અને તે સંદર્ભે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તથા મેયર પણ જવાબદાર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરશે.
આવાસ અને ગેરકાયદેસર જમીન પર કબ્જો કરવાનો બંન્ને કોર્પોરેટર અને તેના પતિ પર આક્ષેપ છે. ખાનગી જમીનો પર પેસકદમી થઈ હોય તો તરત જ પગલાં લેવામાં આવે છે.અને બિલ્ડરોને વાહલા થઈ જમીન ખાલી કરાવી દેવામાં આવે છે. જ્યારે સરકારી જમીન પર ભાજપના જ લોકો કબજો જમાવી અને વર્ષો સુધી તેમાંથી કમાણી કરે છે પકડાઈ જવા છતાં તેમની પર કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવતા નથી.
હાલ કોંગ્રેસ આક્રમક મૂડમાં છે અને ભાજપ બચાવ ના મૂડમાં છે. પ્રજાએ માત્ર આ ખેલ જોવાનો છે.