આપણું ગુજરાતટોપ ન્યૂઝવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Gujarat માં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત

ગુજરાતમાં(Gujarat)લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસનું પણ ખાતું ખૂલ્યું છે. જેમાં બનાસકાંઠામાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર(Ganiben Thakor) વિજયી બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે ટ્વિટ કરીને ગેનીબેન ઠાકોરને 15,000 મતથી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે ” અમારી બહેન ગેનીબેનને પંદર હજાર કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજયી થયા તે બદલ હાર્દિક અભિનંદન. “

ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સરસાઈ સાથે આગળ

ગુજરાતમાં રાજ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જીત સહિત ભાજપના 23 ઉમેદવારોએ જીત મેળવી છે. જેમાં ગુજરાતમાં વિજેતા થયેલા ઉમેદવારમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ, મહેસાણા લોકસભા બેઠક પર હરિભાઇ પટેલ, વલસાડ બેઠક પરથી ધવલ પટેલ, ખેડામાં દેવુસિંહ ચૌહાણ,રાજકોટ બેઠકથી પરશોત્તમ રુપાલા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા,જામનગરથી ભાજપના પૂનમ માડમ,અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલની જીત થઈ છે.

આ પણ વાંચો : Gujarat માં 12 થી વધુ બેઠકો પર ભાજપનો વિજય, બે બેઠક પર રસાકસી

જ્યારે કચ્છથી વિનોદ ચાવડા,નવસારીથી સી.આર.પાટીલ,અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા અને પોરબંદરથી મનસુખ માંડવિયા,સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા અને ભરુચ બેઠક પરથી મનસુખ વસાવાની જીત થઈ છે. જ્યારે પાટણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે.

ત્રણ બેઠક પર પાંચ લાખથી વધુ લીડ

જેમાં અમદાવાદ પશ્ચિમ, બારડોલી, દાહોદ,જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, વલસાડ બેઠક પર ભાજપે 2 લાખથી વધુની લીડ છે. અમદાવાદ પૂર્વ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, ખેડા, મહેસાણા, પોરબંદર બેઠક પર ભાજપને 3 લાખથી વધુની લીડ છે. પંચમહાલ, રાજકોટ બેઠક પર ભાજપને 4 લાખથી વધુની લીડ છે. ગાંધીનગર, નવસારી, વડોદરા બેઠક પર ભાજપને 5 લાખથી વધુની લીડ છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker