આપણું ગુજરાત

જામનગરમાં પાંચ વર્ષ બાદ નોંધાયો કોંગો ફીવરનો કેસ; 50 વર્ષીય આધેડના મૃત્યુથી તંત્ર થયું દોડતું

જામનગર: ગુજરાતમાં બેવડી ઋતુના અનુભવના કારણે રોગચાળામાં વધારો થઈ રહ્યો હોય અને બદલાતી ઋતુના પરિણામે અનેક રોગચાળાએ દેખા દીધી છે. આ દરમિયાન પાંચ વર્ષ બાદ જામનગરમાં કોંગો ફીવરે દસ્તક દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષિય એક આઘેડ પશુપાલકનું કોંગો ફીવરને કારણે મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં પણ સતર્ક થઈ ગયું હતું.

જામનગરમાં કોંગો વાયરસે દેખા દીધીપ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લામાં કોંગો રોગના વાયરસે દેખા દીધી હતા. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા મોહનભાઈ મેરૂભાઈ કટોરિયા નામના ૫૦ વર્ષીય આઘેડ પશુપાલકને તાવ આવતાં તેમને શહેરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું. શહેરમાં પાંચ વર્ષ બાદ શહેરમાં નોંધાયેલા આ કોંગો વાયરસના કેસમાં પરિણામે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.

દર્દી 21 જાન્યુઆરીએ થયા હતા દાખલ

સૂત્રોના જણાવ્યા અનુસાર દર્દીને 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના વિવિધ જુદા જુદા રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં, સેમ્પલને પુણેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં કોંગો ફીવર પોઝિટિવ આવ્યો હતો. જામનગર મેડિકલ કોલેજના એડીશનલ ડીન ડો. એસ.એસ. ચેટરજીના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં આ પ્રથમ કેસ નોંધાયો હતો.

2019માં નોંધાયો હતો કેસ

શહેરમાં કોંગો ફીવરનો રિપોર્ટ પોઝોટીવ આવ્યા બાદ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. તંત્ર દ્વારા સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં કોંગો ફીવરનો પ્રથમ કેસ વર્ષ ૨૦૧૯માં નોંધાયો હતો. જેમાં સરકારી હોસ્પિટલના રેસીડેન્ટ મહિલા તબીબનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button