Gujarat ની વાવ બેઠકની પેટાચૂંટણીના પરિણામના ટ્રેન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ
અમદાવાદ: ગુજરાતની(Gujarat)બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણીની ગણતરી સવારથી ચાલી રહી છે. તેમજ બપોર બાદ સંપૂર્ણ પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. જેમાં અત્યાર સુધીના પરિણામના ટ્રેન્ડ મુજબ 10 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 12 થી વધુ મતથી આગળ છે. તેમને 45,000 મત મળ્યા છે. જયારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ 10 હજારથી વધુ મત મેળવ્યા છે. જયારે ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોરને 31 હજારથી વધુ મત મેળવ્યા છે.
Also read: Gujaratની વાવ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણીની મતગણતરી શરૂ, કોણ મારશે બાજી ?
મત ગણતરી 23 રાઉન્ડમાં કરાશે
મત ગણતરી કુલ 23 રાઉન્ડમાં યોજાશે. 1 રાઉન્ડમાં 14 મતદાન કેન્દ્રોને આવરી લેવાશે. 2 વાગ્યા બાદ વાવ વિધાનસભાનું પરિણામ જાહેર થઈ શકે છે. મતગણતરી કેન્દ્રો CCTVથી સજ્જ કરાયા છે. તેમજ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો ફરજ પર હાજર છે. 159થી વધુ અધિકારી -કર્મચારી મતગણતરીમાં કાર્યરત છે. આ સાથે જ હેલ્પલાઈન નંબર 1950 કાર્યરત છે.
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જીતની આશા વ્યક્ત કરી
વાવ બેઠક અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવી છે. ગેનીબેન ઠાકોર બે ટર્મ સુધી ચૂંટાયા હતા. અને તેઓ સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી.કોંગ્રેસને એટલે જ ભરપૂર અપેક્ષા છે કે વાવની જનતા ફરી કોંગ્રેસના જ ઉમેદવારને તક આપશે. 13 નવેમ્બરે થયેલા મતદાનમાં લોકોએ કોંગ્રેસને જ પસંદ કર્યા છે.
Also read: ગુજરાતના મંત્રીઓ, અધિકારીઓ AI નો ઉપયોગ કરતાં શીખશે, ચિંતન શિબિરમાં લેવામાં આવ્યા ક્લાસ…
આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની મીટ
અત્રે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર 13મી નવેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે મુખ્ય જંગ છે. ત્યારે આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની મીટ મંડાઈ છે.