સુરત સામૂહિક બળાત્કાર કેસમાં આરોપીનું કબૂલનામુ
સુરત: સુરતના માંગરોળ તાલુકાના બોરસરા ગામમાં સગીરા પર સામૂહિક બળાત્કાર (Surat Gangrape) આચરવામાં આવ્યો હતો. જેમાં નવરાત્રિના તહેવાર દરમિયાન મિત્રો સાથે ગયેલી 17 વર્ષની સગીરા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. પોલિસે આ ઘટનામાં ત્રણ પરપ્રાંતીય આરોપીની ઓળખ કરીને ધરપકડ કરી લીધી હતી, હાલ આ ત્રણ આરોપી પૈકી આરોપી રાજુ પાંચ દિવસના રિમાન્ડ પર છે.
સુરતના ગેંગરેપ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ ધરપકડ કરેલા ત્રણ આરોપીઓ પૈકી હાલ રાજૂ નામનો આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર છે. પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસની સમક્ષ આરોપી રાજુએ પોતાનું કબૂલનામું આપ્યું હતું. તેને ગુનો આચર્યાની જગ્યા બતાવી હતી.
સુરતના બોરસરામાં બનેલી દુર્ઘટનામાં પોલીસ ત્રણ જેટલા પરપ્રાંતીય આરોપીઓની ઘરપકડ કરી હતી. પોલીસે પકડેલા ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી શિવ શંકર ચૌરસિયાની તબિયત લથડતા સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
બોરસરમા શેરડીના ખેતરમાં ઘસડી જઈને આરોપીઓએ પીડિતાને પોતાની હવસનો ભોગ બનાવ્યા બાદ નાસી છૂટેલા આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ નાસવા જતાં હતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ 3 આરોપીઓ પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ જવામાં સફળ થયો હતો. જે હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે.