આપણું ગુજરાત

કંડકટરની ઈમાનદારીને સલામ : મુસાફર ભૂલી ગયેલ 10 લાખની રોકડ ભરેલી બેગ પરત કરી

પોરબંદર : આજના સમયમાં ભલે માણસો વાત કરે કે હવે પહેલા જેવી પ્રામાણિકતા નથી રહી, પરંતુ અમુક એવા દાખલાઓ સામે આવતા હોય છે કે જ્યારે અહેસાસ થાય કે ક્યાંક તો સારું થઈ રહ્યું છે, કોઈ તો સારું કરી રહ્યું છે. જુનાગઢથી કુતિયાણા જઈ રહેલી એસટી બસમાં એક મુસાફર 10 લાખ રૂપિયાનો થેલો બસમાં જ ભૂલી ગયો હતો. બસના મહિલા કંડક્ટરે આ બેગ ડેપો મેનેજરને સોંપીને તેમની પ્રામાણિકતાનો દાખલો બેસાડયો હતો.

જુનાગઢથી દ્વારકા જઈ રહેલી દ્વારકા ડેપોની બસમાં કુતિયાણા જવા માટે એક મુસાફર બેઠો હતો, જો કે તે 10 લખ રૂપિયા ભરેલી બેગને ભૂલીને જ કુતિયાણા ઉતારી ગયા હતા. જેને બસના મહિલા કંડકટર દ્વારા પોરબંદર સ્ટેન્ડ ઇન્ચાર્જને આ બેગ સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ મેદાને, PMને લખ્યો પત્ર

બસમાં ફરજ પરના મહિલા કંદકટર દર્શનાબેન કાનગડને આ બેગ મળી આવ્યું હતું, તેમણે પોરબંદર ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી ને જમાં કરાવતા સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા આ થેલામાંની રોકડ રકમ મુસાફરના સબંધીની રૂબરૂમાં ડેપોના ટ્રાફીક કન્ટ્રોલર અને ક્લાર્કની રૂબરૂમાં ગણાવી ધોરણસરનું રોજકામ કરી અને આ રકમ લોસ પ્રોપર્ટી તરીકે જમાં લીધી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે આ બાબતની જરૂરી કાર્યવાહી હાથ ધરી મૂળ માલિકને થેલો પરત કર્યો હતો.

આટલી મોટી રકમ પરત કરીને ઈમાનદારી દાખવનાર મહિલા કંડકટરને અધિકારીઓએ બિરદાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button