આપણું ગુજરાત

રેવન્યુ તલાટી બનવાની કરો તૈયારી! જાણો પ્રિલિમિનરી પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ!

અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓમાં “મહેસૂલ તલાટી” વર્ગ-૩ સંવર્ગની કુલ ૨૩૮૯ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.

જો કે આ માટેની ઓનલાઈન અરજી કરવાની તારીખમાં પણ આયોગે વધારો કર્યો છે. આ સાથે હવે આયોગ દ્વારા આ ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ હવે જાહેર કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: મહેસૂલ તલાટીની ૨૩૦૦ જગ્યાઓની ભરતી અંગે GSSSBએ આપી મહત્વની અપડેટ

મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ

વિષય: ગુજરાતી (20 ગુણ)

  1. રૂઢિપ્રયોગનો અર્થ
  2. કહેવનો અર્થ
  3. સમાસ વિગ્રહ કરી તેની ઓળખ
  4. છંદ
  5. અલંકાર
  6. શબ્દસમૂહ માટે એક શબ્દ
  7. જોડણી શુદ્ધિ
  8. લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ
  9. સંધિ જોડો કે છોડો
    10.સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો

    આપણ વાંચો: રેવન્યુ તલાટી ભરતીમાં અરજી કરવાનું ચૂકી ગયા? તો હવે આ તારીખ સુધી અરજી કરી ભરી શકાશે ફી!

Subject: English (20 mark)

  1. Tenses
  2. Active Voice & Passive Voice
  3. Narration (Direct-Indirect)
  4. Transformation of Sentences
  5. Use of Articles and Determiners
  6. Use of Adjectives, Prepositions and Conjunctions
  7. Verbs and Adverbs
  8. Nouns and Pronouns
  9. Use of Idiomatic Expressions
  10. Synonyms/Antonyms
  11. One Word substitutions
  12. Affixes
  13. Words that cause confusion like Homonyms/Homophones

    આપણ વાંચો: રેવન્યુ તલાટી ભરતી: 2389 જગ્યાઓ સામે આવી 4.86 લાખથી વધુ અરજીઓ, આજે છેલ્લો દિવસ…

વિષય: રાજ્યવ્યવસ્થા/જાહેર વહિવટ, અર્થશાસ્ત્ર (30 ગુણ)

(ક) રાજ્યવ્યવસ્થા/જાહેર વહિવટ

  1. ભારતીય બંધારણ- ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ.
  2. સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ: માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, સમવાયતંત્રને લગતી બાબતો
  3. ભારતમાં ન્યાયપાલિકા- માળખું અને કાર્યો. ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રિટ (Constitutional Writ).
  4. બંધારણીય સંસ્થાઓ: સત્તા, કાર્યો અને જવાબદારી
  5. વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ
  6. સ્થાનિક સરકાર.
  7. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો.
  8. જાહેર માહિતી અધિકાર અધિનિયમ (RTI Act-2005), મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો
  9. સુશાસન (Good Governance)- શાસનમાં પારદર્શિતા, જવાબદેહિતા અને સંવેદનશીલતા

વિષય: ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો (30 ગુણ)

(ક) ઈતિહાસ

  1. સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ
  2. વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ
  3. ગુજરાતના રાજવંશો; મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ
  4. ૧૮૫૭નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ- ઉદ્દભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્ત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં
  5. ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
  6. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ
  7. મહાત્મા ગાંધીજીનાં એકાદશ વ્રતો (અગિયાર મહાવ્રતો), રચનાત્મક કાર્યક્રમ, હિંદ સ્વરાજ
  8. સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા
  9. મહાગુજરાત આંદોલન

(ખ) ભૂગોળ

  1. સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ અને આબોહવા, મહાસાગરો, દરિયાઈ અને ખંડીય સંસાધનો.
  2. ભૌતિક ભૂગોળ: ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનનાં મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
  3. ગુજરાતનાં સંદર્ભમાં સામાજિક ભૂગોળ: વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી-પુરૂષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી.

(ગ) સાંસ્કૃતિક વારસો

  1. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય
  2. ગુજરાતનાં મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ
  3. ગુજરાતની લોકનાટ્ય કળા – ભવાઈ
  4. ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલય
  5. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો

વિષય: પર્યાવરણ, વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (30 ગુણ)

(ક) પર્યાવરણ

  1. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ
  2. વન અને વન્ય જીવન સંરક્ષણ
  3. ક્લાઈમેન્ટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) અને તેને સંલગ્ન બાબતો
  4. આપત્તિ વ્યવસ્થાપન
  5. જળ, જમીન અને વાયુ પ્રદુષણ – અસરો અને અટકાવવાના ઉપાયો

(ખ) વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી

  1. રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન), વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વનાં એવોર્ડ, વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો
  2. સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી: વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમ
  3. અંતરિક્ષ/અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ
  4. ભારતની ઉર્જા નીતિ
  5. માહિતી અને સંચાર તકનીકો: (ICT) તેનું મહત્વ, લાભો અને પડકારો, ઈ-ગવર્નન્સ અને ભારત સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઈમ અને સાયબર સુરક્ષા.

વિષય: પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ (30 ગુણ)

વિષય: સામાન્ય બૌદ્ધિક ક્ષમતા (40 ગુણ)

  1. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા
  2. સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ
  3. લોહિના સંબંધ વિષયક
  4. ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
  5. સંખ્યા વ્યવસ્થા (Number System) અને તેના માનક્રમ (Ranking)
  6. માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ, પર્યાપ્તતા
  7. સંભાવના
  8. મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ
  9. ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
  10. ટકાવારી, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, ભાગીદારી
  11. સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર.
  12. કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ
  13. ભૂમિતીની સામાન્ય સમજ
  14. સરળીકરણ (simplification) અને બીજગણિત
  15. અંકગણિત અને ગાણિતિય ગતિશીલતા
  16. ગુણોત્તર અને પ્રમાણ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button