આપણું ગુજરાત

ખેલ મહાકુંભમાં થયેલ ગેરરીતિ સંદર્ભે કલેકટરને આવેદનપત્ર અપાયું.

રાજકોટ: રાજકોટના એથલેન્ટીક ગ્રાઉન્ડ ખાતે ગત 24 તારીખે 800 મીટર દોડમાં જે ખેલાડી ઝોનમાં રમ્યો ન હતો તેને સીધો જિલ્લા કક્ષાએ રમાડી અને સિનિયર કોચ રમાબેને ગેરરીતિ આચરેલી જે સંદર્ભે બીજા ખેલાડીએ વિરોધ કરતા તેને ડિસ્કોલીફાઈ કરવામાં આવેલો.કોચ રમાબેન દ્વારા ગેરરીતિ કરવાનો મામલો રમત ગમત મંત્રી તથા સરકારમાં રજૂઆત કરી ઉપરાંત આજરોજ કલેકટરને પણ આવેદન આપવામાં આવ્યું છે અને તાત્કાલિક તેની તપાસ કરી અને કડક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવેલ છે.


રાજકોટના એથલેન્ટીક ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ખેલમહાકુંભમાં ખેલ મહાકુંભના કોચ રમાબેન દ્વારા ગેરરીતિ કરવાનો મામલો ગરમાયો છે,કોચ રમાબેન તેમના લાગતા વળગતાઓને પાસ કરી દે છે.અને સાચા ખેલાડીઓ ને રમતમાંથી બહાર કરી દે છે.,રોષે ભરાયેલ ખેલાડીઓ દ્વારા ખેલ મહાકુંભ ખાતે મેદાનમાં જ વિરોધ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓને ન્યાય નહિ મળતા ખેલાડીઓ અને કોચ દ્વારા રાજકોટ કલેકટરને આવેદન પાઠવી વાલા દવલાની નીતિ સામે કડક પગલાં લેવાની કરી માંગ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button