વડા પ્રધાન અંગે અપમાનજનક ટિપ્પણી કરવા સબબ અમરેલીના માજી કૉંગી સાંસદ સામે ફરિયાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા અંગે અમરેલી કૉંગ્રેસના પૂર્વ સાંસદ અને લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર વિરુદ્ધ અમરેલી પોલીસમાં કેંસ નોંધાયો છે. બીજી તરફ વિરજી ઠુમ્મરે ભાજપના સાંસદ અને ધારાસભ્યો સહિતનાઓથી પોતાના જાન ઉપર જોખમ હોવાની પોલીસને રજૂઆત કરી પોતાને અને પરિવારને રક્ષણ આપવા માગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના જૂના માર્કેટ યાર્ડ ખાતે ત્રણેક દિવસ પહેલાં કૉંગ્રેસનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં કૉંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે વડા પ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી કર્યાનો આરોપ મુકાયો છે. જેને લઈને અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલ ધોરાજીયાએ અમરેલી પોલીસમાં કેસ નોંધાવ્યો હતો.
અમરેલી સીટી પોલીસ મથકમાં ભાજપના જિલ્લા મહામંત્રી મેહુલ ધોરાજીયા દ્વારા પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, કૉંગ્રેસ પક્ષના પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મરે પોતાના ભાષણમાં ઇરાદા પૂર્વક ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી, બદનક્ષી કરી, જાહેર સુલેહ શાંતીનો ભંગ થાય તેવું કૃત્ય આચર્યું હતું.
દરમિયાન અમરેલીના ડીવાયએસપી જે.પી. ભંડારીએ જણાવ્યું હતું કે, પોલીસે આ અંગે નોન કોંગ્નિઝેબલ ગુના મુજબ ફોજદારી બદનક્ષી હેઠળ ઠુમ્મર સામે આઇપીસીની કલમ 499,500 અમે 501 હેઠળ ગુનો નોંધ્યો છે.
બીજી બાજુ વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, મેં કોઇનું અપમાન કરવા માટેના ઇરાદાથી આવું નિવેદન આપ્યું નહોતુ પરંતુ લોકોમાં જે ચર્ચાય છે તેનો અવાજ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો મેં કોઇ ખોટુ કર્યું હોય તો મને ફાંસીએ લટકાવી દેજો. ઉ