આપણું ગુજરાત

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ નગરા વગાડી નૃત્ય કર્યાં હતા. પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા નીકળી હતી. સોમવારે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024’નો પ્રારંભ થયો હતો. મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રાથી મહોત્સવની શરૂઆત થઈ છે. બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામાર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ મહોત્સવ દરમિયાન દરરોજ ભજન સત્સંગ, મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તથા અંતિમ દિવસે દાતાઓ, યજમાનો તથા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. લાખો માઇભક્તો અંબાજી એકાવન શક્તિપીઠની પરિક્રમા સ્વરૂપે આસ્થામાં ડૂબકી લગાવી પાવન બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેના માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. પાંચ દિવસીય શક્તિ ઓચ્છવમાં અંબાજી આવતા શ્રધ્ધાળુઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સુચા આયોજન કરવામાં આવ્યુ છે. ભકતોની જાનમાલની સુરક્ષા કાજે જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?