રાજ્યમાં ખનિજ માફિયાઓ સાથે મિલીભગત: જાસૂસી કાંડમાં મોટા માથાની સંડોવણી ખૂલશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહેસાણા જિલ્લામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડમાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં આઠ જેટલા વોટ્સએપ ગ્રૂપના એડમીનને હાજર રહેવા તાકીદ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તેમાં પોલીસ દ્વારા ગ્રૂપના એડમીનની કોલ ડિટેલ્સ મેળવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં રાજ્ય વ્યાપી જાસૂસી કાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાજ્યભરના અધિકારીઓની માહિતી ગ્રૂપમાં શેર થતી હતી. છેલ્લા 2 વર્ષથી વોટ્સએપ ગ્રૂપ ઓપરેટ થતું હોવાનો ખુલાસો થયો છે. આ પ્રકારના 70 કરતા વધુ ગ્રૂપ કાર્યરત હોવાની વિગત છે. અધિકારીઓની માહિતી માત્ર ચાર જ મિનિટમાં આખા રાજ્યમાં જતી હતી. મુખ્ય ગ્રૂપમાંથી માહિતી અન્ય ગ્રુપમાં શેર કરતા હતા. ગ્રૂપમાં કાયદેસર રોયલ્ટી પાસ ધરાવતા લોકો પણ સભ્ય છે. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતા વિજાપુરના અર્જુન વણઝારા ગ્રૂપ એડમીનને હાજર રહેવા તાકીદ કરી છે. તેમ જ અમદાવાદના રાજુ ઠાકોરને પણ હાજર રહેવા તાકીદ છે. તેમાં ખનીજ વિભાગના અધિકારીઓની સંડોવણી અંગે તપાસ થશે. મહેસાણામાં ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓની જાસૂસી મામલે મોટા ખુલાસા થશે. ખનિજ વિભાગના અધિકારીઓની સંડોવણી ચકાસવા ગ્રૂપ એડમીનની કોલ ડિટેલ્સ સહિતની વિગતો મેળવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાણ અને ખનિજ વિભાગની ગાડી ઓફિસથી ઉપડે અને તરત જ માહિતી મળે તેવું નેટવર્ક હતુ. મહેસાણામાં ખાણ અને ખનિજના અધિકારીઓની જાસૂસી મામલે પોલીસની તપાસમાં આ ખુલાસો થયો હતો. ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓની જાસૂસી બે વર્ષ કરતા વધુ સમયથી થતી હતી. આ હકીકતની જાણ ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓને કેમ ન થઈ? તે એક સવાલ છે. ઉ