અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં Coldplay ના બીજા શોની ટિકિટો ગણતરીની મિનિટો વેચાઈ, ચાહકો નિરાશ

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 જાન્યુઆરી યોજાનારા કોલ્ડપ્લે(Coldplay)કોન્સર્ટના ચાહકો ટિકિટ ન મળતા નિરાશ થયા હતા. જ્યારે આજે બુક માય શોએ 25 જાન્યુઆરી ઉપરાંત 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટનો બીજો શો ઉમેર્યો તો તેની ટિકિટો પણ ગણતરીની મિનિટો વેચાઈ ગઇ હતી. જેના પગલે ટિકિટ ન મેળવી શકનાર ચાહકો ફરી નિરાશ થયા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 26 જાન્યુઆરીએ બીજો શો

જેમાં બુક માય શો દ્વારા બપોરે 12:30 વાગ્યે બુકિંગ પેજ પર એક નવી સૂચનામાં જણાવાયું હતું કે 25 જાન્યુઆરી 2025ના રોજ શો માટે છેલ્લી કેટલીક સીટો બાકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 26 જાન્યુઆરી 2025 માટે બીજો શો ઉમેરવામાં આવ્યો છે. જે આજે બપોરે 12:45 વાગ્યે શરૂ થશે અને ટિકિટ બપોરે 1 વાગ્યે લાઇવ થશે.

મિનિટોમાં બીજી કોન્સર્ટની ટિકિટો પણ વેચાઈ ગઈ

26 જાન્યુઆરી, 2025ના કોન્સર્ટનું બુકિંગ શનિવારે બપોરે 1 વાગ્યે શરૂ થતાની સાથે જ ફરી એકવાર લાખો ચાહકો એક્ટિવ થયા અને થોડી જ મિનિટોમાં બીજી કોન્સર્ટની ટિકિટો પણ વેચાઈ ગઈ. જેના પગલે અનેક ચાહકોએ એક્સ પર લખ્યું ” હું થાકી ગયો ” .

અમદાવાદમાં બે કોન્સર્ટ યોજાશે

કોલ્ડપ્લે બેન્ડ “મ્યુઝિક ઓફ ધ સ્ફિયર-વર્લ્ડ ટુર-2025” ના ભાગરૂપે હવે અમદાવાદ શહેરમાં બે પર્ફોર્મન્સ કરશે. જે પ્રસિદ્ધ બેન્ડનો લાઇવ શો જોવા લોકો ઉત્સુક છે. જેમાંપહેલા શોની ટિકિટો લાઇવ થતાંની સાથે જ વેચાઈ ગઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર બીજા શોની માંગ વધી ગઈ હતી અને બેન્ડે બીજા શોની જાહેરાત કરી હતી. જેની ટિકિટો પણ આજે બપોરે લાઇવ થતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઇ હતી.

Also Read – Diljit Dosanjh ની હૈદરાબાદ કોન્સર્ટ પહેલા આયોજકોને સરકારની નોટિસ, મૂકી આ શરતો

કોલ્ડપ્લે બેન્ડ શો મુંબઈમાં પણ યોજાશે

કોલ્ડપ્લે બેન્ડ 18, 19 અને 21 જાન્યુઆરી, 2025ના રોજ મુંબઈમાં શોની જાહેરાત કરી છે. જેમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન,ગિટારવાદક જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન ધરાવતા બેન્ડે છેલ્લે ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલના ભાગરૂપે 2016માં ભારતીય સ્ટેજ પર પ્રવેશ કર્યો હતો. આ શોનું આયોજન પણ મુંબઈમાં જ કરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button