આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઠંડી ભુક્કા બોલાવશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

અમદાવાદઃ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વધુ ઠંડીનો અનુભવ થશે. પવનોની દિશા બદલાતા રાજયમાં ઠંડી વધશે. શનિવારે રાજકોટ 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું, હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે. રાજય સરકારે તમામ જિલ્લા અને મહાનગરોમાં લોકોને ઠંડીથી બચવા લેવાના થતા રક્ષણાત્મક પગલા અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. શહેર મનપાના આરોગ્ય અધિકારી દ્વારા લોકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

સરકારની ગાઈડલાઈનમાં શું છે
રાજ્યમાં હાલમાં ઠંડીની અસર જોવા મળી રહી છે ત્યાકે રક્ષણાત્મક પગલા લેવા જરૂરી છે. જે અન્વયે જરૂરી બાબતો ધ્યાને લેવા માટે આરોગ્ય સલાહ આપવામાં આવે છે. અતિશય ઠંડી જેને ઠંડીનું મોજું કે શીત લહેર કહેવામાં આવે છે ત્યારે સામાન્ય જનતાને સરકાર દ્વારા માર્ગદર્શન અપાયું છે.

શીત લહેર દરમિયાન વિવિધ પ્રકારના રોગોની શક્યતાઓ વધી જાય છે. ઉદાહરણ તરીકે ફ્લુ, શરદી, ઉધરસ વગેરેના લક્ષણો જોવા મળે તો સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ અથવા ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

શીત લહેર દરમિયાન લુઝ-ફિટિંગ અને સુતરાઉ કપડાં બહારની તરફ અને ગરમ કપડાં અંદરની તરફ પહેરો.
શીત લહેર દરમિયાન શક્ય તેટલું ઘરની અંદર રહો અને જો અતિ આવશ્યક જરૂરીયાત હોય જ તો ઘરની બહાર નીકળો.

COVID-19 અને અન્ય શ્વસન સંબધી ચેપથી બચવા માટે, બહાર જતી વખતે માસ્ક પહેરો.

Also Read – Tourism: હવે રણોત્સવ જવા માટે અમદાવાદથી મળશે બસ સેવા!

અતિશય ઠંડી (શીત લહેર) દરમિયાન ડાયાબિટીસ, હાઈ-બ્લડ પ્રેશર, શ્વસન સંબંધી રોગો જેવા ક્રોનિક રોગોવાળા દર્દીઓએ, વૃદ્ધ પુરુષો/મહિલાઓ જેમની ઉંમર 65 વર્ષથી વધુ છે, 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ વગેરેની આવી પરિસ્થિતિમાં ખાસ કાળજી લેવી જોઈએ.

ભારે ઠંડીમાં શક્ય હોય ત્યાં સુધી પાલતુ પ્રાણીઓને ઘરની અંદર રાખો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button