આવતીકાલથી ઠંડી માટે થઈ જાઓ તૈયાર; હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીનું જોર ઘટ્યું છે. રાજયમાં પવનની દિશામાં પરિવર્તન થવાથી રાજ્યમાં ઘણા ભાગોમાં શિયાળાની અસર વિસરાઈ રહી છે. જો કે હવે આગામી દિવસોમાં ઠંડી ફરીથી પોતાનો ચમકારો દેખાડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સોમવારથી ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
નલિયા 9 ડિગ્રી સાથે ટાઢુંબોળ શહેર હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ કચ્છ નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે ટાઢુંબોળ શહેર બન્યું છે. જ્યારે વડોદરામાં 13 ડિગ્રી, ડીસામાં 13.3 ડિગ્રી, ભુજમાં 13.4 ડિગ્રી, અમદાવાદમાં 14.1 ડિગ્રી, મહુવામાં 14.5 ડિગ્રી, પોરબંદરમાં 15 ડિગ્રી, ભાવનગરમાં 15.2 ડિગ્રી, અમરેલીમાં 15.5 ડિગ્રી, વલ્લ્ભવિદ્યાનગરમાં 15.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી, સુરતમાં 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Also read: Gujarat માં ઠંડીનો ચમકારો વધ્યો, કોલ્ડ વેવથી લોકો ઠુંઠવાયા
ઉત્તરાયણમાં પવન સારો રહેશે હાલ ઉત્તર ભારતમાં પર્વતીય ક્ષેત્રોમાં હિમવર્ષા તહી રહી છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે, આથી ઉત્તરાયણમાં પવન સારો રહેશે. વળી ઠંડીનું પ્રમાણ વધતાં ગાઢ ધુમ્મસ (Fog) છવાયેલો રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારથી લઘુતમ તાપમાન 2 ડિગ્રી ગગડીને ફરી 12 ડિગ્રી થવાની શક્યતા છે.