આપણું ગુજરાત

Gujarat માં શીત લહેર, હવામાન વિભાગે કરી કાતિલ ઠંડીની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ધીરે ધીરે ઠંડીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષાના પગલે રાજ્યમાં ઠંડી વધી રહી છે.રાજ્યમાં મંગળવારે 6.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયા 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

જેમાં અમદાવાદમાં મંગળવારે ઠંડીનો પારો બે ડિગ્રી કરતા વધારે ગગડ્યો હતો. અમદાવાદમાં સોમવારે 14 ડિગ્રી તાપમાન હતું જે મંગળવારે 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

પવનના લીધે ઠંડીની અસર વધી

બીજી તરફ હવામાન વિભાગે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી 4 દિવસ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. તાપમાનમાં 1-2 ડિગ્રીની વધ-ઘટ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે. તાપમાન વધવા છતા પવનના લીધે ઠંડી વર્તાશે.

Also read: ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે હાડ થીજવતી ઠંડી

ગુજરાતમાં હજુ વધશે ઠંડી

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારના દિવસોમાં ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત સહિતના રાજ્યો ઉપર જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનામાં વધુ ઠંડી પડતી હોય છે અને હાલ અડધો મહિનો થયો છે. આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button