આપણું ગુજરાત

કચ્છમાં ઠંડીનો ચમકારો: નલિયા ૧૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડી વિસ્તારોએ ઓઢેલી બરફની ચાદર પર સવાર થયેલા ઠંડા પવનોના સંગાથે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ ધીમા પગલે આક્રમણ કરવું શરૂ કરી દીધું છે તેવામાં રણપ્રદેશ કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક ધડાધડ નીચે ઊતરવો શરૂ થઇ જતાં જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.

મકરસંક્રાંતિ બાદ વાતાવરણમાં આવેલા ફેરફારોથી કચ્છ સહીત રાજ્યના મોટાભાગના મથકોમાંથી કડકડતી ઠંડી રાતોરાત ગાયબ થઇ ગઈ હતી અને જાણે ઉનાળો આવી પહોંચ્યો હોય તેવી ગરમી પડવાનું શરૂ થઇ ગયું હતું,જો કે ગત સપ્તાહે દેશના પહાડી રાજ્યોમાં થયેલા ભારે હિમપ્રપાત બાદ ફરી ટાઢોડું છવાઈ જતાં લોકોએ કબાટમાં રાખી દીધેલા ગરમ વસ્ત્રો,ધાબળાને ફરી એકવાર કાઢવાની ફરજ પડી છે.

શુક્રવારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુતમ ૧૫ ડિગ્રી સે. જયારે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી રહેતાં અહીં બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે,જયારે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ઊંચા ભેજના પ્રમાણ સાથે ૧૫ ડિગ્રી સે.લઘુતમ તાપમાન નોંધાયું હતું. ૩૦ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દિવસ ચઢતાં વાતાવરણ હૂંફાળું બન્યું છે. જયારે ગાંધીધામ-કંડલા સંકુલમાં ઠંડીનું જોર આંશિક વધઘટ સાથે યથાવત્ રહ્યું છે. કંડલા એરપોર્ટ ખાતે આજનું લઘુતમ તાપમાન ૧૭ અને કંડલા પોર્ટ ખાતે ૧૮ ડિગ્રી નોંધાયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress