આપણું ગુજરાત
કચ્છમાં ઠંડીનો ચમકારો: નલિયા ૧૩ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક
ભુજ:જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડોમાં શરૂ થયેલી હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ ધીમા પગલે આક્રમણ શરૂ કરી દીધું છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક સિંગલ ડિજિટની નજીક આવી જતાં જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. કારતક મહિનો શરૂ થવાની સાથે કચ્છમાં વધતા જતા ઠારથી લોકોને કબાટમાં રાખી દીધેલા ગરમ વસ્ત્રો,ધાબળાને કાઢવાની ફરજ પડી છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુતમ ૧૩ ડિગ્રી સે. જયારે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ૧૮ ડિગ્રી સે.લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૬૦ ટકાથી વધુ નોંધાયું હતું.