Gujarat ના કચ્છમાં ઠંડીનો ચમકારો, નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ
ભૂજઃ ગુજરાતના(Gujarat)શિયાળાની શરૂઆત થતાં જ રાજ્યના અનેક જિલ્લા અને શહેરોના લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો ઘટી રહ્યો છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુતમ તાપમાનનો આંક 11 ડિગ્રી પર પહોંચતા રણપ્રદેશના આ શીતમથકે રાજ્યના સૌથી વધુ ઠંડા મથક તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
બપોરના સમયે પણ ઠંડકનો અનુભવ
નલિયા ઉપરાંત રાજનગર ભુજમાં સ્વચ્છ આકાશ વચ્ચે લઘુતમ તાપમાનનો આંક 15 ડિગ્રી પર પહોંચી જતાં વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીના કારણે રસ્તાઓ સુમસામ બની ગયા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને મોડી સાંજે ધૂંધળો માહોલ છવાયો છે અને 29થી 32 ડિગ્રી સે. જેટલો ઊંચો રહેલો મહત્તમ પારો પણ ગગડીને ૨૬થી ૨૮ ડિગ્રી વચ્ચે પહોંચી જતાં બપોરના સમયે પણ ઠંડક અનુભવાઇ રહી છે.
Also Read – ગુજરાતમાં ઠંડી ભુક્કા બોલાવશે, સરકારે જાહેર કરી ગાઈડલાઈન
આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહી શકે છે. રાજય સરકારે તમામ જિલ્લા અને મહાનગરોમાં લોકોને ઠંડીથી બચવા લેવાના થતા રક્ષણાત્મક પગલા અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. શહેર મનપાના આરોગ્ય અધિકારી દ્વારા લોકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ઠંડીની અસર જોવા મળી રહી છે ત્યાકે રક્ષણાત્મક પગલા લેવા જરૂરી છે. જે અન્વયે જરૂરી બાબતો ધ્યાને લેવા માટે આરોગ્ય સલાહ આપવામાં આવે છે.