Gujarat માં પવનની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું, વડોદરામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમ વર્ષાને કારણે ઠંડી વધી રહી છે. રાજ્યના વિવિધ શહેરના બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. આગામી દિવસો દરમિયાન રાજ્યમાં વર્તમાન ઠંડીનું મોજુ યથાવત રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી અને વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. પવનની દિશા બદલાવવાને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. અમદાવાદમાં 17 ડિગ્રી જેટલુ લધુત્તમ તાપમાન રહ્યું જ્યારે ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાકમાં પણ અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
ઠંડા-સૂકા પવન ફૂંકાયા હતા
વહેલી સવારે પવનની ગતિ સામાન્ય કરતા વિશેષ રહેતા ઠંડા-સૂકા પવન ફૂંકાયા હતા. જેના કારણે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. જેના કારણે વહેલી પરોઢે વિવિધ શહેરના લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેતા સારી ઠંડી અનુભવાઈ રહી છે.’
Also read: Winter 2024 : ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થશે, હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુરૂવારે વડોદરા અને કેશોદમાં 14 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ. આ સાથે ડીસામાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી, વિ.વિ.નગરમાં 18 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, ભુજમાં 19 ડિગ્રી, નલિયામાં 15 ડિગ્રી, કંડલામાં 15 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, ભાવનગરમાં 16 ડિગ્રી, પોરબંદરમાં 15 ડિગ્રી, રાજકોટમાં 15 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રીની લધુત્તમ તાપમાન નોંધાયુ હતું.
Also read: Gujarat માં કયારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી
બીજી તરફ રાજ્યમા કેટલાક શહેરોમાં શિયાળામાં જોઈએ તેવી જમાવટ કરી નથી આથી લઘુતમ તાપમાન 16થી 18 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. હજુ પણ બપોરે આકરા તાપના કારણે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી