આપણું ગુજરાત

Gujarat માં સીંગતેલના ભાવમાં ઘટાડો, કપાસિયા- પામોલીન તેલના ભાવમાં ભડકો

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ઉત્પાદન વધવાની આશા વચ્ચે સીંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલ એક દિવસમાં જ રાજકોટના તેલ બજારમાં સિંગતેલના ભાવ પ્રતિ 15 કિલોના ડબ્બા દીઠ રૂપિયા2630-2680થી ઘટીને રૂપિયા 2590-2640 સુધી નીચે ઉતર્યા હતા

કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બે રૂપિયા 75નો વધારો

ગુજરાતમાં કપાસિયા અને પામોલીન તેલમાં વધારો નોંધાયો છે. કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બે રૂપિયા 75નો વધારો જ્યારે પામોલીન તેલમાં એક સપ્તાહમાં રૂપિયા 60 નો વધારો થયો છે. જયારે સીંગતેલના ભાવમાં એક સપ્તાહમાં રૂપિયા 30 નો ઘટાડો નોંધાયો છે. મીલરો પાસે પુરતા પ્રમાણમાં કપાસનો જથ્થો નહીં આવતા પિલાણ અટકી જતા હાલ કપાસિયા તેલના ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું જણાવ્યુ છે..

સપ્લાયમા ઘટાડો અને ડિમાન્ડ વધવા વધારો જવાબદાર

વેપારીઓના જણાવ્યા મુજબ કપાસિયાની જરૂરિયાત મુજબ સપ્લાય ન થવાને કારણે મીલોમાં પિલાણ અટકી ગયું છે. કપાસિયા તેલની ડિમાન્ડ પણ વધવાને કારણે માંગ અને પુરવઠા સ્થિતિ ન જળવાતા હાલ કપાસિયા તેલના ભાવ ભડકો થયો છે રાજકોટમાં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે. એક સપ્તાહમાં કપાસિયા તેલમાં એક ડબ્બા પર રૂપિયા 75 નો વધારો થયો છે .

પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 નો વધારો થયો

જ્યારે પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 નો વધારો થયો છે. જેના પગલે કપાસિયા તેલનો એક ડબ્બાનો ભાવ વધીને રૂપિયા 1885 થયો છે જ્યારે પામોલીન તેલનો એક ડબ્બાનો ભાવ વધીને રૂપિયા 1685 પર પહોંચ્યો હતો. રાયડાના તેલમાં રૂપિયા 50, કોપરેલ તેલમાં રૂપિયા 120નો વધારો થયો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે તેલિબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત