કચ્છમાંથી 1.47 કરોડનું કોકેઈન ઝડપાયું, પંજાબની બે મહિલા સહિત ચારની પરપકડ

કચ્છ: ડ્રગ્સ નાબૂદી અભિયાનમાં પૂર્વ કચ્છ પોલીસને મળી વધુ એક મોટી સફળતા મળી હતી. પૂર્વ કચ્છ વિસ્તારનાં સામખિયારી પાસે આંતરરાજયમાંથી આવતા વાહનોને પકડીને તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન એક વાહનમાં માદક પદાર્થ કોકેઈનનાં જથ્થા સાથે કુલ 1,53,47000ના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી હતી.
કચ્છ-ભુજમાં કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલી સૂચના આધારે એસ.ઓ.જી.ટીમ લાડડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ હતી તે દરમિયાન ભારત હોટલ સામે મઢી ત્રણ રસ્તા ખાતે સામખિયાળી તરફ જતા આંતર રાજયમાંથી આવતા વાહનોનું
ચેકીંગ કરતા હતા. આ સમયે HR-26-DP-9824 નંબરની ઇકો સ્પોટ કાર શંકાસ્પદ જણાઈ હતી. જેને ઉભી રખાવી સાઈડ કરી ચેક કરતા કારમાં બોનટના ભાગે આવેલ એર ફીલ્ટરના નીચેના ભાગેથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ કોકેઈનનો ૧૩૭.૬૭ ગ્રામ જથ્થો ઝડપાયો હતો. જેની કિંમત રૂ ૧,૪૭,૬૭,૦૦૦ હતી.
આ પણ વાંચો : હવે કચ્છથી ઝડપાયો મુન્નાભાઈઃ નિષ્ણાત તબીબની જેમ ગંભીર બીમારીઓની સારવાર કરનારો બોગસ તબીબ માધાપરમાંથી ઝડપાયો

પકડાયેલા આરોપીઓ
પોલીસે કારમાં સવાર પંજાબના ભટીન્ડાના હનિસિંગ બિન્દરસિંહગ શીખ (ઉ.વ ૨૭), સંદીપસિંગ પપ્પુસિંગ શીખ (ઉ.વ ૨૫), જશપાલકોર૨ ઉર્ફે સુમન ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઇ શીખ (ઉ.વ ૨૯) તથા અર્શદીપકોર સંદીપસિંગ શીખ (ઉ.વ ૨૧)ની ધરપકડ કરીને તેઓ આ જથ્થો કોને આપવાના હતા તેની તપાસ શરૂ કરી હતી. જ્યારે ગુલવંત સિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખને વૉન્ટેડ જાહેર કર્યો હતો.