WATCH: કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ; ત્રણ લોકોના મૃત્યુના અહેવાલ

પોરબંદર: નવા વર્ષની શરૂઆતમાં જ પોરબંદરમાં (Porbandar) દુર્ઘટના સર્જાય છે. અહી કોસ્ટગાર્ડ (Indian Coast Guard) એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crashes) થયું હોવાની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયાના અહેવાલો મળી રહ્યા છે.
Also read: પોરબંદરનો ‘ધ દરિયા મહેલ પેલેસ’ નવા વાઘાં ધારણ કરી રહ્યો છે
પ્રાથમિક વિગતો અનુસાર પોરબંદર કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાની પણ વિગતો મળી છે. હેલિકોપ્ટરમાં કોઇ તકનીકી ખામી સર્જાતા ક્રેશ થયુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે જ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને અન્ય ત્રણ લોકો સવાર હોવાની પણ વિગતો છે.
મળી રહેલી વિગતો અનુસાર હેલિકોપ્ટરમાં આગ લાગ્યા બાદ આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થયાના બે મહિના બાદ બની છે. હાલ અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.