આપણું ગુજરાત

મુંબઇમાં સીએનજી અને પીએનજીના દરમાં ઘટાડો

અનુક્રમે 3 અને 2 ઓછા કરાયા

મુંબઈ: મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર છે. મહાનગર ગૅસ લિમિટેડે એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ માહિતી આપી છે કે સીએનજી અને પીએનજીની કિમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહાનગર ગૅસ લિમિટેડે એક પેસ રિલિઝ દ્વારા આ માહિતી આપી હતી. કંપનીએ કહ્યું છે કે ઘરેલુ ઉપયોગ અને વાહનોમાં કુદરતી ગૅસનું પ્રમાણ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા દરો સોમવાર મધરાતથી લાગું કરાયા હતા.

મહાનગર ગૅસ લિમિટેડે સીએનજીના ભાવમાં ત્રણ રૂપિયા અને પીએનજીના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. તેનાથી મુંબઈગરાઓને મોટી રાહત મળશે.
એમજીએલએ જણાવ્યું હતું કે મુંબઈમાં સીએનજી યુઝર્સ પેટ્રોલ પર પચાસ ટકા અને ડીઝલ પર વીસ ટકા બચત કરી રહ્યા છે. એમજીએલએ એક પ્રેસ રિલીઝમાં એમ પણ કહ્યું કે પીએનજીના દર સ્થાનિક એલપીજી કરતા ઓછા છે. એલપીજીની સરખામણીમાં પીએનજી સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ માનવામાં આવે છે.

સીએનજી અને પીએનજીના ભાવ ઘટાડવાના મહાનગર ગૅસ લિમિટેડના આ નિર્ણયને મુંબઈગરાઓએ આવકાર્યો છે. તેનાથી સીએનજીઅને પીએનજી ગ્રાહકોને મોટી રાહત મળશે.
શું હશે નવા ભાવ?

મુંબઈમાં મહાનગર ગૅસ લિમિટેડના ગ્રાહકોને 76 રૂપિયા પ્રતિ કિલોના દરે સીએનજી મળશે. જ્યારે પીએનજી 47 રૂપિયામાં મળશે. મોટી સંખ્યામાં વાહનધારકો સીએનજી વાહનોનો ઉપયોગ કરે છે, તો મુંબઈમાં પણ ઘણી જગ્યાએ રસોઈ માટે પીએનજીનો ઉપયોગ થાય છે. તેથી મહાનગર ગૅસ લિમિટેડ દ્વારા લેવામાં આવેલા ભાવ ઘટાડાનો નિર્ણય મુંબઈવાસીઓ માટે ફાયદાકારક રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button