CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, ભરૂચના પૂરમાં અસરગ્રસ્ત ધંધાર્થીઓને અલગથી સહાયની જાહેરાત
તાજેતરમાં રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના અનેક પૂરગ્રસ્ત વિસ્તારો માટે સરકારે ખેડૂતો માટે પાક નુકસાન સામે સહાયની જાહેરાત કરી હતી, અને હવે સરકારે લારી-રેંકડી ધરાવતા નાના દુકાનદારોથી લઇને મોટી દુકાન ધરાવતા વેપારીઓ માટે અલગથી સહાય અપાશે તેવી જાહેરાત કરી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં પાક નુકસાનીનો સરવે ચાલી રહ્યો છે તેવામાં મોટા દુકાનદારો માટે લોન સબસિડીની પણ જોગવાઈ કરવામાં આવશે.
લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે કે જે દુકાનનું પાકુ બાંધકામવાળુ સ્થાયી માળખુ ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત લોકોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. ઉપરાંત વરસાદથી થયેલા નુકશાન બાબતે વધુ 6 જિલ્લામાં પણ સહાય આપવામાં આવશે.
રાજ્યમાં ગત 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. સ્થાનિકોથી માંડીને ખેડૂતો, ધંધાર્થીઓ તમામને આ સ્થિતિમાં નુકસાન થયું છે, સરકારે ખેડૂતોને તો સહાયની જાહેરાત કરી દીધી છે અને એ મુજબ પાક સરવે પણ ચાલી રહ્યો છે અને હવે સરકારે નાના એકમના ધંધાર્થીઓ તેમજ દુકાનદારોને પણ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.