New Year 2024 :ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અનેક મંદિરોમાં દર્શન કર્યા , લોકોની સુખાકારી અને પ્રગતિની પ્રાર્થના કરી
અમદાવાદ : દેશમાં 2 નવેમ્બર 2024ના રોજ નૂતન વર્ષનો(New Year 2024)પ્રારંભ થયો છે. વિક્રમ સંવત 2081ના નવા વર્ષની શરૂઆત થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ વર્ષની શરૂઆત ભગવાનના દર્શનથી કરી છે. તેમણે ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન, પૂજન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી. રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની ઈશ્વરને પ્રાર્થના કરી.
Also read: અનોખી પરંપરા ! ‘Dakor’ મંદિરમાં 151 મણ અન્નકૂટની શ્રદ્વાભાવથી લૂંટ
નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે “X “પર નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે ” ગુજરાતના સૌ નાગરિકો અને વિશ્વભરમાં વસતા ગુજરાતી પરિવારોને નૂતન વર્ષની હાર્દિક શુભકામના. નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિનો આનંદ લઈને આવે તેવી પ્રાર્થના કરું છું.
Also read: ફેશન ડિઝાઇનર રોહિત બાલનું નિધન, 63 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી
તેની બાદ તેઓ 07:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા કરી હતી. મુખ્યમંત્રી ત્યારબાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે 8:00 થી 8:45 સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ સવારે 8:50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ભદ્રકાળી માતાના દર્શન કર્યા બાદ સવારે 10:30 થી 11:30 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે.