આપણું ગુજરાત

Ahmedabad: CM ભૂપેન્દ્ર પટેલે કર્યું શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન; શ્રમિકોને ભોજન પણ પીરસ્યું

અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું હતું. નરોડા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા શ્રમિક સુવિધા કેન્દ્રનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્ય પ્રધાને શ્રમિકો માટે બનાવવામાં આવેલા સુવિધા કેન્દ્રમાં બેસીને ધારાસભ્યો, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નેતાઓ સાથે ચાની ચુસ્કી માણી હતી. મુખ્ય પ્રધાને શ્રમિકોને શીરો, શાક, રોટલી સહિતનું ભોજન પણ પીરસ્યું હતું.

શ્રમિકોને આપશે રક્ષણ
આ શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને જમવા માટેના ઓટલા, વોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. તે ઉપરાંત લેબર કોન્ટ્રાક્ટર્સ અહી આવીને જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી – મળી શકે છે, સાથે-સાથે શ્રમિકોને તેનું મહેનતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે. કડિયાનાકે જાહેર માર્ગ પર ઉભા રહેવાને બદલે હવે આ શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને શ્રમિકોને ટાઢ તાપ કે વરસાદથી રક્ષણ આપશે.

291મું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર
મુખ્ય પ્રધાને શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું તે સ્થળે અમદાવાદનું 99મું અને રાજ્યનું 291મું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ તકે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઇને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું. સરકારે રાજ્યભરમાં હજુ વધુ 99 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Rajkot ને 13 ડિસેમ્બરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રૂ. 793.45 કરોડના વિકાસકામોની ભેટ આપશે

અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી, મ્યુનિસિપલ કમિશનરએમ.થેન્નારસન, ધારાસભ્ય પાયલ કુકરાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ કર્મીઓ તેમજ શ્રમિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button