ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નડિયાદમાં ધ્વજારોહણ કર્યું
નડિયાદ: દેશ આજે 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે આજે સવારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા SRP કેમ્પ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યો છે. આજે આ પ્રસંગે ખેડા સાંસદ જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે. સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યુ છે. દેશવાસીઓએ વિકાસની વાત અને વિકાસની રાજનીતિને સતત વધાવી છે. 140 કરોડ ભારતવાસીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પુન: વિશ્વાસ મૂક્યો છે, સતત ત્રીજીવાર દેશનો સુકાન નરેન્દ્ર મોદીને સોંપ્યો છે. વડાપ્રધાને વિકસિત, આત્મનિર્ભર અને ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે, આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.
કચ્છમાં વિશ્વના સૌથી મોટા સોલર વિનહાઈબ્રિડ એનર્જીપાર્ક ઝડપી પુર્ણ કરાશે
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્યમાં નવા ધંધા રોજગારની તકો વિકસે તે માટે ભવિષ્ય લક્ષી આયોજન અત્યારથી જ કરવામાં આવ્યાં છે. આદિકાળથી ગુજરાત વેપાર વાણીજ્યુનું કેન્દ્ર રહ્યું છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા 37 ગિગા વોટના સોલર વિનહાઈબ્રિડ એનર્જીપાર્ક નું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા પ્રતિબંધ છીએ રાજ્યમાં માર્ગોના વિસ્તુતિકરણ અને મજબુતી કરણ માટેના પાંચ હજાર કરોડની ફાળવણી કરવામા આવી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, 43 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે, તેમાંથી 9 લાખ ખેડૂતો 7 લાખથી વધુ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ધ્વજારોહણનો કાર્યક્રમ રંગેચંગે ઉજવાયો હતો.