આપણું ગુજરાત

મુંદરા, અબડાસા અને માંડવી બીચ ખાતે ક્લીનઅપ ડ્રાઈવ યોજાઈ

ભુજ: ગ્લોબલ વોર્મિંગ વચ્ચે હાલ વિશ્ર્વભરમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને તેમાંય વિવિધ સમુદ્રકિનારા પર કચરાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે તેવામાં ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે અંતર્ગત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે શરૂ થયેલ સેવા પખવાડિયાને ધ્યાનમાં રાખીને કચ્છના માંડવી, મુંદરા, અબડાસા સહિતના તમામ દરિયાકાંઠા પર વિશેષ ક્લીનઅપ ડ્રાઈવ યોજીને હજારો કિલો ઘન કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.

ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી દ્વારા સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત માંડવીના સહેલાણી બીચ પર સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થા, શાળા અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. બીચ ક્લીનઅપ પ્રોગ્રામ હેઠળ અહીંથી અંદાજિત ૫૦૦ કિલોથી વધુ દરિયાઈ કચરો એકત્ર કરાયો હતો જેમાંથી ૧૦ માઇક્રોનના ૧૫.૫ કિલો હાનિકારક પ્લાસ્ટિકના કચરાને પણ સમુદ્રકાંઠેથી સાફ કરવામાં આવ્યો હતો.

આ સાગર સ્વચ્છતા અભિયાન નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ ‘મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ’ના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં ડૉ. પ્રભાકર મિશ્રા, રાષ્ટ્રીય સંયોજક,મરીન લીટર પ્રોગ્રામનું માર્ગદર્શન મળ્યું હતું તેમજ માંડવીની શેઠ શ્રી શૂરજી વલ્લભદાસ
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, શેઠ ખીમજી રામદાસ ક્ધયા વિદ્યાલય, સિક્યોર નેચરના એનજીઓના સભ્યો પણ આ ક્લીનઅપ ડ્રાઈવમાં
જોડાયા હતા.

આ અંગે ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના ડાયરેક્ટર ડૉ. વિજયકુમારે જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષ ૧૯૫૭માં પ્રથમ વખત પ્લાસ્ટિકનો પગપેસારો થયો હતો. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button