આપણું ગુજરાત

અમરેલીમાં ચાલુ પરીક્ષામાં ધોરણ ૯ની વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન શુક્રવારે ધોરણ-૯ની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ઘરેથી દીકરી પરીક્ષા માટે આવી હતી. ચાલુ પરીક્ષાએ જ વિદ્યાર્થિની ઢળી પડતા શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. જસદણ તાલુકાનાં વિછીયા ગામની સાક્ષી રોજાસરા નામની ધોરણ નવની વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. જો કે, અમરેલીની વિદ્યાર્થિનીના મૃત્યુના કારણને લઈ તબીબોનો મત એવો છે કે, પીએમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ કહી શકાશે. જોકે, આ ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવરાત્રી દરમ્યાન ૭૬૬ લોકોને હૃદયરોગની તકલીફ થઇ હતી તેમાંથી ૩૬નાં મૃત્યુ નિપજ્યાં હતાં. આ તમામ કેસોમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ઇમરજન્સી કોલ મળ્યા હતાં. સૌરાષ્ટ્રમાં ૧૬ દક્ષિણ ગુજરાતમાં ૧૫ તથા ઉત્તર-મધ્ય ગુજરાતમાં બે-બે વ્યકિતનાં મોત થયાં હતાં. રાજ્યમાં ૭૬૬માંથી સૌથી વધુ ૨૦૧ હાર્ટએટેકના કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button