Vadodaraમાં ગરબા દરમિયાન ખેલૈયાઓના બે ગ્રુપ વચ્ચે મારામારી
અમદાવાદઃ ગુજરાતમાં માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રી દરમિયાન વિવિધ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમવા જાય છે, આ દરમિયાન શહેરોના પાર્ટી પ્લોટમાં મારામારીની ઘટના બનતી હોય છે, ત્યારે આવી વધુ એક ઘટના સંસ્કારી નગરી વડોદરામાં બની છે શહેરના હેરિટેજ ગરબામાં મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
ગરબા વચ્ચે મારામારીની ઘટના
વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં ગત રાત્રીએ બનેલી મારામારીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોઈ કારણોસર બે ગ્રુપ વચ્ચે બબાલ થતા અંતે આયોજક દ્વારા સમગ્ર મામલો શાંત પાડવામાં આવ્યો હતો.
અગાઉ પણ વિવાદ થયો હતો
લક્ષ્મી વિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં થોડા દિવસ પહેલા પણ વિવાદ થયો હતો. જેમાં ગરબાના આયોજનથી પરેશાન થયેલા ખેલૈયાઓ જણાવ્યું હતું કે, મોંઘા ભાવે પાસ ખરીદ્યાની સામે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ હતો જેથી પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ. જ્યારે પાર્ટી પ્લોટની બહાર નીકળવામાં ખેલૈયાની ઘણી મુશ્કેલી પડી હતી.
Also Read –