‘ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ…’, જ્યારે CJI ચંદ્રચુડે ગુજરાતીમાં આપ્યું ભાષણ, લોકો હસી પડ્યા, જુઓ વીડિયો
દ્રારકાઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ શનિવારે એક દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા. અહીં તેમણે રાજકોટમાં નવી કોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ગુજરાતના દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી. તેમની સાથે તેમના પત્ની પણ હતા. આ દરમિયાન મંદિરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને ઘણા પોલીસ કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ પણ તેમની સાથે હતા. જસ્ટિસ ચંદ્રચુડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં CJI ગુજરાતીમાં વાતચીત કરતા જોવા મળે છે.
એક સોશિયલ મીડિયા યુઝરે સોશિયલ મીડિયા X પર વીડિયો શેર કર્યો છે. વીડિયો એક મિનિટનો છે. આમાં CJI કહેતા જોવા મળે છે કે, “ફાફડા, ગાંઠિયા અને જલેબી એક સંબંધનો અહેસાસ કરાવે છે. સીજેઆઈના ગુજરાતી ડાયલોગ પર હોલમાં હાજર લોકો જોર જોરથી હસવા લાગ્યા અને જોરથી તાળીઓ પાડવા લાગ્યા. CJI આગળ કહે છે, “આખા રાજકોટમાં આવી માત્ર ચાર દુકાનો છે, જ્યાં તમે ઊભા રહીને વાત કરશો તો રાત થઈ જશે. હું ખુશ છું કે આ શહેર કાયદા અનુસાર જીવે છે. સીજેઆઈનો ગુજરાતી ડાયલોગ સાંભળતા જ ત્યાં હાજર લોકો જોર જોરથી હસવા લાગ્યા. જસ્ટિસ ચંદ્રચુડ પોતે પણ પોતાની જાતને હસતા રોકી શક્યા ન હતા.
જસ્ટિસ ચંદ્રચુડે નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતીઓ વિશે એક રમૂજી કહેવત સંભળાવી હતી. CJI ચંદ્રચુડે જણાવ્યું હતું કે, “આજે જ્યારે આપણે આ ભવ્ય નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગ સાથે નવા યુગની ટોચ પર ઉભા છીએ, ત્યારે રાજકોટ જિલ્લો રાજ્યનો ચોથો સૌથી મોટો જિલ્લો છે. મને એક રમૂજી કહેવત યાદ આવે છે જે ગુજરાતની ભાવના દર્શાવે છે. જ્યારે બાકીનું વિશ્વ નવી તકનીકોનો પીછો કરે છે, ત્યારે એક ગુજરાતીન સૌથી સરળ વસ્તુઓમાં પણ નવીનતા લાવવાનો માર્ગ શોધી કાઢે છે, ઉદાહરણ તરીકે, ચાના બ્રેકને બિઝનેસ વ્યૂહરચના મીટિંગમાં ફેરવવી એ ગુજરાતીઓની સર્વોત્કૃષ્ટ હ્યુમર છે,” એમ સીજેઆઇએ જણાવ્યું હતું.