Gujarat માં 6000 કરોડના કૌભાંડમાં CID ના દરોડા, તગડા વળતરની લોકોને આપી હતી લાલચ…

ગાંધીનગરઃ ગુજરાતમાંથી વધુ કૌભાંડ સામે આવ્યું છે. જેને લઈ સીઆઈડી દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરવાની કાર્યવાહી કરી હતી. સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થયો છે.
આ પણ વાંચો : મોરબીમાં મમુદાઢી હત્યા કેસમાં આત્મસમર્પણ કરનાર ત્રણ આરોપીને ૧૫ દિવસના રિમાન્ડ
થોડા દિવસ પહેલી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને થોડા દિવસ પહેલા આ મુદ્દે અરજી મળી હતી. જે બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બી-ઝેડ ફાઇનાન્સ કંપનીમાં લોકોને ત્રણ વર્ષમાં રોકાણની ડબલ કરવાની લાલચ આપી હતી. તેણે ગુજરાત સહિત રાજસ્થાનમાં ઓફિસો ખોલી હતી અને એજન્ટોની મદદથી 6000 કરોડનું કૌભાંડ આચર્યું હતું.
આ પણ વાંચો : હેરિટેજ સાઈટ Lothal પર મોટી દુર્ઘટના, બે મહિલા ભૂસ્તરશાસ્ત્રી દટાયા, એકનું મોત…
આ તપાસ અનુસંધાને સીઆઈડી ક્રાઈમે ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠામાં આવેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ સહિત વિવિધ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. તપાસમાં કેટલાક બેન્ક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા.