ગાંધીનગરમાં કોલેરાનો હાહાકારઃ સરકારી તંત્ર હરકતમાં
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના (Gandhinagar Cholera Effect) અમુક વિસ્તારો કોલેરાનું ઘર બની ગયા છે. તંત્ર દ્વારા ચાર વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે દહેગામથી લેવાયેલા પાણીના સેમ્પલ ફેલ થઈ જતાં હવે તંત્ર દ્વારા ટેન્કરથી પાણી અપાઈ રહ્યું છે. જો કે આરોગ્ય વિભાગની તપાસ પણ હાલ ચાલી રહી છે અને પાઇપલાઇન પણ બદલવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લાના અમુક ભાગોમાં કોલેરાનો હાહાકાર છે, કારણ કે આ વિસ્તારમાં ફાટી નીકળેલા કોરોનાને લઈને તંત્ર દ્વારા આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા દહેગામથી પાણીના 12 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જો કે તે તમામ સેમ્પલ તપાસમાં ફેલ થયા છે. આ બાદ તંત્ર દ્વારા પાઇપલાઇનથી પાણી આપવામાં આવી રહ્યું છે.
જિલ્લાના કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવેલા ચાર વિસ્તારોમાથી દહેગામમાં સારવાર લઈ રહેલા 8 દર્દીઓમાંથી 7 ને હાલ રજા આપી દેવામાં આવી છે. દહેગામ સિવાય કલોલ, પેથાપુર અને શિહોરીને પણ કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં સમાવવામાં આવ્યા છે. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની 20 ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે આ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન પણ હાલ બદલાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલ ગાંધીનગર સિવાય પાલનપુરમાં પણ કોલેરાએ દસ્તક દીધી છે. પાલનપુર શહેરના વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ પણ કોલેરા પર નિયંત્રણ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી છે.