આપણું ગુજરાત

બાળ અભ્યાસ ખિલશે તો ખુલશે ; સરકારે વિવિધ 30 પ્રકારની અભ્યાસ સામગ્રી વિકસાવી

ગુજરાતમાં તા. 26,27 અને 28 મી જૂનના રોજ યોજાનાર “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ: ૨૦૨૪-૨૫” દરમિયાન સૌ પ્રથમવાર નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત શાળામાં પ્રવેશ લઇ રહેલા બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવશે, જેમાં બાળકોને 30 પ્રકારની વિવિધ અભ્યાસ સામગ્રી આપવામાં આવશે. આ અભ્યાસ સામગ્રીના ઉપયોગથી બાળકો શારીરિક તંદુરસ્તી સાથે-સાથે માનસિક રીતે વધુ તંદુરસ્ત બનશે, તેવો રાજ્ય સરકારનો નવતર પ્રયાસ છે.

નવી શિક્ષણ નીતિ-2020 હેઠળ પાયાના શિક્ષણને સક્ષમ બનાવવા તેમજ દરેક બાળકોને આધારભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત થાય તે માટે રાષ્ટ્રીય સ્તરે ‘નિપુણ ભારત મિશન’ તેમજ રાજ્ય સ્તરે ‘નિપુણ ભારત, નિપુણ ગુજરાત’ મિશન હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ 2026-27 સુધીમાં રાજ્યના બાળકોમાં માતૃભાષાના વાંચન-લેખન સાથે ગણિત શીખવાની ક્ષમતા ઉત્તમ રીતે કેળવાય, તેવા ઉમદા ધ્યેય સાથે આ મિશનની શરૂઆત કરવામાં આવી છે. NIPUN એટલે કે, નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફીસીયન્સી ઇન રીડીંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી નામથી આ રાષ્ટ્રીય પહેલથી બાળકોના શિક્ષણનો પાયો મજબૂત બનશે.

નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત બાળકોને અનુભવ દ્વારા શિક્ષણ, શિક્ષક દ્વારા વ્યક્તિગત શિક્ષણ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ ઉપરાંત આનંદદાયી અને મનોરંજનભર્યું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ બાળકોનું દૈનિક જીવન સાથે જોડાણ, કલા, સંગીત અને રમત-ગમત દ્વારા શીખવાની સમાન અને પૂરતી તક મળે તે પણ એટલું જ જરૂરી છે. સ્વ-શિક્ષણ, સહપાઠી શિક્ષણ આપવા માટે કરીક્યુલમ ફ્રેમવર્ક મુજબની દરેક પ્રમુખ બાબતોને તેમાં સમાવવું જરૂરી હોવાથી, બાળકોને આપવામાં આવતી કીટમાં એ જ પ્રકારની તમામ સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ નવીન શૈક્ષણિક કીટમાં કાર્યપ્રણાલી, NCF-SCF વિહાંગાવલોકન, અધ્યયન નિષ્પત્તિ સમજ, અધ્યયન સંપુટ પરિચય, એકમ પરિચય, સપ્તરંગી શનિવાર, જાદુઈ પિટારા સામગ્રી, વિદ્યાપ્રવેશ વિદ્યાર્થી પ્રવૃત્તિપોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, લેખનપોથી, ચિત્રપોથી, નોટબુક, સ્લેટ અને પેન બોક્ષ, શૈક્ષણિક સ્ટેશનરી કિટ, વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર, નિપુણ ભારત માર્ગદર્શિકા, વિદ્યા પ્રવેશ શિક્ષક આવૃત્તિ, સર્જન માટેની વર્ગસામગ્રી, અધ્યયન નિષ્પત્તિ ચાર્ટ તેમજ બોર્ડ બુકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજથી ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ, 6ઠ્ઠી જુલાઈ સુધી પરીક્ષા ચાલશે

આ ઉપરાંત લાર્જ સ્ટોરી બુક, વાર્તાનો વડલો ભાગ-1 અને 2, ચિત્ર વાર્તા પુસ્તિકા, દ્વિભાષી વાર્તા પુસ્તિકા, અર્લી રીડર, સચિત્ર બાળપોથી, ચિત્ર કેલેન્ડર, ફ્લેશ કાર્ડ્સ, ચાર્ટ/પોસ્ટર, બ્રેઈલ કિટ, અર્લી મેથેમેટીક્સ કીટ (NCERT Maths Kit), IIT FLN KIT, લાકડાનાં શૈક્ષણિક રમકડાંની કિટ, રમત-ગમતનાં સાધનો, સંગીતના સાધનો, ગીતમાલા, રમે તેની રમત અને ચર્ચા પત્ર જેવી વિવિધ પ્રકારની અભ્યાસ પુસ્તિકાઓ, રમકડાઓ સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ બ્રેઈલ લીપી ભાષામાં પુસ્તિકાઓ પણ શૈક્ષણિક કીટમાં સમાવવામાં આવી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસીત ભારત બનાવવાના કરેલા સંકલ્પમાં વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત અગ્રેસર રહે અને તેમજ કોઇ ઉણપ ન રહે તે માટે શિક્ષણ સેવાના આ યજ્ઞ એવા શાળા પ્રવેશોત્સવને નવી ઊંચાઇએ લઇ જવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

રાજ્યના અંતરિયાળ વિસ્તારના તમામ બાળકોને શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી ગુજરાતમાં દર વર્ષે શાળા પ્રવેશોત્સવનું આયોજન હાથ ધરવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્ત્વ હેઠળ ગુજરાતમાં સૌ પ્રથમવાર વર્ષ 2003 માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્ય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે-ગામડે જઈ નાના ભૂલકાઓને શાળામાં પ્રથમવાર પ્રવેશ આપવા આવકારે છે. વડાપ્રધાનએ શરુ કરેલી શિક્ષણની આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News