રામ રાખે તેને કોણ ચાખે: ફટાકડા ફોડતા બાળક પર ફરી વળી કાર, બાળકનો આબાદ બચાવ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

રામ રાખે તેને કોણ ચાખે: ફટાકડા ફોડતા બાળક પર ફરી વળી કાર, બાળકનો આબાદ બચાવ

સુરત: રામ રાખે તેને કોણ ચાખે? આ કહેવતને સાર્થક કરતી એક ઘટના સુરતમાં બની છે જેમાં એક અવાવરું શેરીમાં ફટાકડા ફોડતા માસૂમ બાળક પરથી એક કાર પસાર થઇ ગઇ હતી, પરંતુ આ ઘટનામાં તેને સાવ નજીવી ઇજા પહોંચી છે, ઇશ્વરીય કૃપાથી તેનો જીવ સંપૂર્ણપણે બચી જવા પામ્યો છે. ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે.
સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે કે જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. એક 7 વર્ષનું બાળક શેરીમાં ફટાકડા ફોડી રહ્યું હતું. બાળક એકલું હતું અને તેની સાથે અન્ય કોઇ હતું નહિ. આવા વખતે અચાનક ક્યાંકથી એક વોલ્વો કાર આવે છે અને બાળકના માથા પરથી પસાર થઇ જાય છે. બેદરકાર કાર ચાલકે ગલીના વળાંકમાંથી આવીને બેફામ રીતે કાર હંકારી દીધી હતી અને ફટાકડા ફોડતું બાળક તેની નીચે આવી ગયું હતું. જો કે, કારની નીચે જગ્યા વધુ હોવાથી બાળક રસ્તા પર પટકાઈને ઢસડાઈ ગયો હતો. જેથી તેને માત્ર માથાના ભાગે અને પગના ભાગે ઈજા થઈ હતી.

ઘટના બાદ સ્થાનિકો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા અને બાળકને ઇજા પહોંચાડનાર બેફામ કારચાલક પર ફિટકાર વરસાવ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ અનેક લોકો ઘટનાનો વીડિયો જોઇને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

One Comment

  1. If the boy mete with accident, he should felt down in a car going direction but he founded in opposite direction so it seems video is fake.

Back to top button