આપણું ગુજરાતસુરેન્દ્રનગર

Surendranagarમા રોગચાળો વકર્યોઃ થાનમાં બાળકનું શંકાસ્પદ Dengueથી મોત, લોકોમા ફફડાટ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ જિલ્લામાં ડબલ ઋતુનું વાતાવરણ અનુભવાય છે. ડબલ ઋતુ ભર્યા વાતાવરણથી ઝાલાવાડમાં રોગચાળો વકર્યો છે. જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીનો આંકડો દરરોજ બે હજાર જેટલો પહોંચી રહ્યો છે. જયારે થાનમાં 12 વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત નિપજ્યાનું સામે આવ્યુ છે. પરંતુ આરોગ્ય વિભાગ હજુ રીપોર્ટની રાહ જોઈ રહ્યુ છે.

બાળકનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત:
સુરેન્દ્રનગર જિલ્લામાં ભરપૂર વરસેલ ચોમાસુ હવે વિદાય લઈ રહ્યું છે અને શિયાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે. તો બપોરના સમયે આકરો તાપ રહે છે. આવા ડબલ ઋતુ ભર્યા વાતાવરણથી ઝાલાવાડમાં રોગચાળો વકર્યો છે. જિલ્લાના થાનમા બાળકનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયાનું નોંધાયુ છે. થાનની સર્વોદય સોસાયટીમાં રહેતા 12 વર્ષીય મીત વિજયને પાંચેક દિવસ પહેલાં તાવ આવતા થાન પ્રાથમિક સારવાર લઈને રાજકોટ એડમીટ કરાયો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયુ છે.

આરોગ્ય વિભાગે નથી કરી સત્તાવાર પૃષ્ટી:
થાનની પ્રાથમિક શાળા પાસે છેલ્લા કેટલાક સમયથી ગંદકીના ગંજ ખડકાયા છે. જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો વકર્યો છે. આ વિસ્તારના રહીશો પાલીકા પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે. જોકે, હાલ થાન આરોગ્ય વિભાગે બાળકનું મોત ડેન્ગ્યુથી થયુ હોવાની સત્તાવાર પૃષ્ટી નથી કરી. જોકે, બાળકનું મોત થતા જ આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દરરોજ બે હજારથી વધુ ઓપીડી
શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ, સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સી.જે. હોસ્પિટલ, વઢવાણ સીએચસી સહીત જિલ્લાના તમામ PHC અને CHC સહિતની ખાનગી હોસ્પિટલોમાં દરરોજ બે હજારથી વધુ ઓપીડી નોંધાતી હોવાનો અંદાજ છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button