આપણું ગુજરાત

મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનનેહવે 10મી વાર એક્સ્ટેન્શન અપાશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથનનું એક વર્ષનું એક્સ્ટેન્શન વિતેલા સપ્તાહમાં પૂરું થયું છે. હવે એમને કેટલી અવધિ માટે દસમુ એક્સ્ટેન્શન અપાય છે એના પર સૌની નજર છે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે કૈલાસનાથનને નિવૃત્તિ બાદ મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ તરીકે પોસ્ટીંગ આપ્યું હતું. આ સીલસીલો પછીના મુખ્યપ્રધાનોના કાર્યકાળમાં યથાવત રહ્યો હતો. અત્યાર સુધીમાં 9 વખત એમની આ મહત્ત્વની જવાબદારી પર એક્સ્ટેશન એક વર્ષ માટે રહેશે કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળ સુધી રહેશે એના પર સચિવાલયમાં અટકળો ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કે. કૈલાસનાથનના નામથી બ્યુરોક્રસીમાં સૌથી પાવરફૂલ અધિકારીનો કાર્યભાર ઘટાડવા માટે બે સિનિયર નિવૃત્ત અમલદારો હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠૌરને સલાહકાર તરીકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિમ્યા છે. જોકે, વડા પ્રધાનના વિશ્વાસુ એવા `કે કે’ને એક્સ્ટેન્શન નિશ્ચિત મનાઇ રહ્યું છે, હવે પીએમની ટૂંકી વિઝિટ પૂરી થઇ છે અને એમની ફાઇલ ટૂંક સમયમાં મંજૂર થઇ જશે એમ વરિષ્ઠ અધિકારીઓ માની રહ્યા છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button