ગુજરાતના મુખ્ય પ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બનાસકાંઠાની બહેનોની હાથવણાટ સાડી આપી ભેટ
અમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું હતું. પૂર્વે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાથ વણાટની સાડી ભેટ આપીને તેમને આવકાર્યાં હતા. તો રાષ્ટ્રપતિ મુર્મૂએ ગુજરાત વિધાનસભામાં પોતાનું વક્તવ્ય આપવાની શરૂઆત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કરવાની શુભેચ્છા પાઠવવાથી કરી હતી.
ગુજરાત વિધાનસભાના સંબોધન માટે આવેલા રાષ્ટ્રપતિનું સ્વાગત ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ સ્વાગત વખતે બનાસકાંઠાની બહેનોએ હાથથી વણેલી સાડી આપીને આવકારવામાં આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષે રાષ્ટ્રપતિનું શાલથી સ્વાગત કર્યું અને એક ઐતિહાસિક છબી પણ અર્પણ
કરી હતી.
ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે. માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂજીએ આજે ગુજરાત વિધાનસભામાં વન નેશન, વન એપ્લિકેશનની સંકલ્પના સાકાર કરતી નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું.