આપણું ગુજરાત

રવિવારે એવો તે શું નિર્ણય લેવો છે સરકારને? મુખ્ય પ્રધાને કેબિનેટ બોલાવતા અટકળો શરૂ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના અમદાવાદના પ્રવાસ બાદ અચાનક ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આવતીકાલે રવિવારે જ કેબિનેટ બેઠક બોલાવતા રાજકીય ચર્ચાઓમાં ગરમાવો આવ્યો છે. હજુ બુધવારે જ રાજય કેબિનેટની બેઠક મળી હતી અને સામાન્ય રીતે દર અઠવાડિએ બુધવારે જ બેઠક મળે છે પણ રવિવારે કેબિનેટ બેઠક બોલાવવાનું કંઈક અસામાન્ય હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના એક સિનિયર પ્રધાને ગાંધીનગર ખાતે આવતીકાલે રવિવારે સાંજે 4.30 કલાકે કેબિનેટ બેઠક મળનારી હોવાના અહેવાલને સમર્થન આપતા જણાવ્યુ હતું કે અમને સંદેશ મોકલી અપાયો છે અને સાંજે બેઠક હોવાથી સવારે જ ગાંધીનગર પહોંચી જવાની પણ સુચના આપી છે. આમ કેબીનેટ બેઠક મળી હોવાની વાતને તેઓએ સમર્થન આપ્યુ હતું.

| Also Read: નોરતાની મોડી રાતે વડોદરામાં સગીરા પર ગેંગરેપ; પાંચ લોકોએ આચર્યું દુષ્કર્મ

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે હાલમાં જ 17મી સપ્ટેમ્બરે ત્રણ વર્ષ પુરા કર્યા છે. તેમના આ કાર્યકાળમાં પ્રથમ વખત આ રીતે રવિવારે રાજય કેબિનેટની બેઠક મળી રહી છે. કેબીનેટ બેઠકથી એક ચર્ચા એવી ચાલી રહી છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં જ હતા. આ દરમિયાન મુખ્યપ્રધાન પણ અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત હતા.

| Also Read: ગાંધીનગરમાં ગરબામાં તિલક કરવા પહોંચેલા બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસની મુલાકાતમાં રાજભવનમાં ખાસ્સો સમય રોકાયા હતા. આમ સંગઠનના રાષ્ટ્રીય નેતાઓના પ્રયાસને પણ સાંકળીને આ બેઠકને જોવામાં આવી રહી છે. થોડા સમય પૂર્વે મુખ્યપ્રધાન વિદેશ જઈ રહ્યા હોવાની ચર્ચા હતી. હવે કાલની કેબિનેટ બેઠક પર સૌની નજર છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત